ઢોકળા(Dhokla Recipe in Gujarati)

Hiral
Hiral @Hiral_Gandhi
ગાંધીનગર

ગુજરાતી નું સૌથી વધારે ફેમસ ફરસાણ માનું એક ઢોકળા છે. ઢોકળા બધા ને ખૂબ જ ભાવે છે..

#GA4
#Week4
#Gujarati

ઢોકળા(Dhokla Recipe in Gujarati)

ગુજરાતી નું સૌથી વધારે ફેમસ ફરસાણ માનું એક ઢોકળા છે. ઢોકળા બધા ને ખૂબ જ ભાવે છે..

#GA4
#Week4
#Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૨ કપચોખા
  2. ૩/૪ કપ ચણા ની દાળ
  3. ૧/૪ કપઅડદ ની દાળ
  4. દહીં
  5. ૨-૩ આદુ મરચાની પેસ્ટ
  6. ૧/૨ખાવાનો સોડા
  7. પાણી
  8. મરચા ની ભૂકી
  9. તેલ ગ્રીસ કરવા માટે
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં ચોખા, ચણા ની દાળ, અને અડદ ની દાળ લઈ એને બરાબર ધોઈ લો અને ઓવર નાઈટ પાણીમાં પલાળી રાખો..

  2. 2

    પલળી જાય એટલે એને મિક્સર જારમાં લઈ થોડું દહીં નાખી પીસી લો..

  3. 3

    આ મિશ્રણ ને ૭-૮ કલાક રહેવા દો જેથી એમાં આથો આવી જાય..

  4. 4

    હવે એમાં આદુ મરચા ની પેસ્ટ અને ખાવાનો સોડા અને મીઠું સ્વાદાનુસાર નાખી મિક્સ કરો લો.

  5. 5

    પછી સ્ટીમર માં પાણી મૂકી એને ગરમ કરો અને ઢોકળા ની થાળી ને તેલ થી ગ્રીસ કરી લો..

  6. 6

    હવે એમાં ઢોકળા નું ખીરું નાખી ઉપર થી મરચું અથવા તમે કાળા મરીનો પાઉડર ભભરાવો.. અને સ્ટીમર માં ઢોકળા ની થાળી ૧૫ મિનિટ સ્ટીમ કરવા માટે મૂકો.

  7. 7

    સ્ટીમ થઈ જાય પછી એને બહાર કાઢી ૫ મિનિટ ઠંડુ થવા દો.. પછી એને ચપ્પુ થી કાપા પાડી લો.. તો તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી ઢોકળા.. અને તમે વઘાર કરી ને પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે.. ઢોકળા સાથે ધાણા ની ચટણી કે કેરી ના રસ સાથે પણ ખાઈ શકાય.. ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral
Hiral @Hiral_Gandhi
પર
ગાંધીનગર
મને રસોઈ બનાવવી બહુ ગમે છે. મને નવી નવી વાનગી બનાવવાનો બહુ શોખ છે. હું હમેશા નવું નવું ટ્રાય કરતી રહુ છું. મને તમને નવી નવી વાનગી ની રેસિપી બનાવી તમને આપીશ..
વધુ વાંચો

Similar Recipes