લસણ વાળા ખાટાં ઢોકળાં (Lasan Vala Khata Dhokla Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

ઢોકળાંનું નામ સાંભળીને ગુજરાતીઓના મોંમાં પાણી આવી જાય. પણ હવે એવું નથી રહ્યું કે ફક્ત ગુજરાતી લોકો જ ઢોકળાં બનાવે છે. હવે તો નૉન ગુજરાતી લોકો પણ ઢોકળાં બનાવતા હોય છે. મેં આજે લસણવાળા ઢોકળાં બનાવ્યા છે.
#MBR1

લસણ વાળા ખાટાં ઢોકળાં (Lasan Vala Khata Dhokla Recipe In Gujarati)

ઢોકળાંનું નામ સાંભળીને ગુજરાતીઓના મોંમાં પાણી આવી જાય. પણ હવે એવું નથી રહ્યું કે ફક્ત ગુજરાતી લોકો જ ઢોકળાં બનાવે છે. હવે તો નૉન ગુજરાતી લોકો પણ ઢોકળાં બનાવતા હોય છે. મેં આજે લસણવાળા ઢોકળાં બનાવ્યા છે.
#MBR1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 500 ગ્રામઢોકળાનો લોટ
  2. 1/2 વાટકીખાટું દહીં અથવા 1 વાટકી ખાટી છાશ
  3. સ્વાદમુજબ મીઠું
  4. 2 ચમચીલીલાં વાટેલા આદું-મરચાં
  5. 8-10કળી વાટેલું લસણ
  6. 1/4 ચમચીહળદર
  7. 1/2 ચમચીલાલ મરચું
  8. 1/4 વાટકીઝીણી સમારેલી કોથમીર
  9. 1/2 ચમચીખાંડ (નાંખવી હોય તો જ)
  10. જરૂરિયાત મુજબ થોડું ગરમ પાણી
  11. જરૂરિયાત મુજબ તેલ
  12. 1/2 ચમચીખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    ઢોકળાંના લોટને એક પહોળા વાસણમાં લઈ એમાં ખાટું દહીં નાંખો પછી એના ઉપર ગરમ પાણી જરૂર મુજબ નાંખી એનું ખીરું તૈયાર કરો.હવે એને ફીટ ઢાંકી 8-9 કલાક આથો લાવવા મૂકી દો. 8-9 કલાક પછી જોશો તો સરસ આથો આવી ગયો હશે.

  2. 2

    હવે આ ખીરામાં ઉપર જણાવ્યા અનુસાર ખાવાના સોડા સિવાયના બધા જ મસાલા નાંખો.હવે એને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    હવે ઢોકળિયાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. હવે ઢોકળિયાની થાળીને તેલ લગાવી દો. પછી ખીરામાંથી થોડું ખીરું નાના વાસણમાં લઈ એમાં ખાવાનો સોડા જરૂર મુજબનો લઈ બરાબર મિક્ષ કરી થાળીમાં પાથરી એના ઉપર લાલ મરચું ભભરાવી દો. હવે એ થાળીને ઢોકળિયામાં મૂકી, ઢાંકીને 10-12 મિનિટ સુધી થવા દો.

  4. 4

    હવે એને બહાર કાઢી 4-5 મિનિટ સુધી ઠંડી પડે પછી એમાં ચપ્પુની મદદથી કાપા પાડી એને કાચા શીંગતેલ સાથે પીરસો અથવા એકલા ઢોકળા પણ ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes