ચોળાનું શાક(Chora Shak Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#AM3
ઉનાળો શરૂ થતા જ લીલા શાકભાજી મર્યાદિત મળે છે. તેથી અમારે ત્યાં કઠોળના શાક અઠવાડિયામાં બે વખત બને છે. કઠોળમાં પ્રોટીન વધારે હોય છે તો રોજીંદા ભોજનમાં દાળ અને કઠોળ નો ઉપયોગ કરવું હિતાવહ છે. આજે આપની સાથે સૂકા ચોળાના શાક ની રેસીપી શેર કરી રહી છું. આશા છે તમને પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15+15 મિનિટ
4 સર્વિંગ
  1. 2 કપબાફેલા સૂકા ચોળા
  2. 2બાફેલા બટાકા મિડીયમ સાઇઝના
  3. 1/4 કપઝીણી સમારેલી ડુંગળી
  4. 1/2 કપઝીણા સમારેલા ટામેટાં
  5. 2ઝીણા સમારેલા લીલા મરચાં
  6. 1.5 ટી.સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  7. 2 ટે.સ્પૂનવઘાર માટે તેલ
  8. 1 ટી.સ્પૂનરાઈ
  9. 1 ટી.સ્પૂનજીરું
  10. 1/2 ટી.સ્પૂનહિંગ
  11. 5-7લીમડાના પાન
  12. 1સૂકું લાલ મરચું
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1 ટી.સ્પૂનહળદર
  15. 2 ટી.સ્પૂનલાલ મરચું
  16. 3 ટી.સ્પૂનધાણાજીરું
  17. 2-2.5 કપપાણી/ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15+15 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ ચોળાને 4-5 કલાક સુધી પલાળી ને બાફી લેવા. બટાકા બાફીને સમારી લેવા. ડુંગળી, ટામેટાં, લીલા મરચાં પણ ઝીણા સમારી લેવા. લસણ અને આદુને પીસી લેવા.

  3. 3

    વઘાર કરવા માટે એક કડાઈમાં તેલ લેવું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, લીમડાના પાન, સૂકા લાલ મરચાં નો વઘાર કરવો. હવે ડુંગળી એડ કરવી. ડુંગળી બદામી થાય એટલે આદુ લસણની પેસ્ટ એડ કરવી, ત્યારબાદ ટામેટાં એડ કરી સાંતળવા.

  4. 4

    ટામેટાં એકરસ થાય ત્યારે મીઠું, હળદર, મરચું, ધાણાજીરું એડ કરવું. મિક્સ કરવું.

  5. 5

    હવે પાણી એડ કરવું, પાણી ઉકળે એટલે બાફેલા બટાકા એડ કરવા. બાફેલા ચોળા એડ કરવા.(ચોળા બાફ્યા પછી તેનું પાણી હોય તો એ પાણી જ ઉપયોગ માં લેવું.

  6. 6

    તો તૈયાર છે સૂકા ચોળા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes