ખાટાં મગ(khata mag recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#GA4
#week7
અઠવાડિયામાં એક વખત મોટાભાગે બધાના ઘરે મગ બનતા જ હોય છે. દર વખતે અલગ અલગ રીતે બનાવી ને અલગ સ્વાદ માણી શકાય છે. અમારે ત્યાં પણ મગનુ શાક, વઘારીયા કઢી સાથે, તો ક્યારેક ખાટા મગ બને છે. આજે ખાટાં મગની રેસીપી તમારી સાથે શેર કરું છું, આશા છે કે તમને બધાને પસંદ આવશે..

ખાટાં મગ(khata mag recipe in Gujarati)

#GA4
#week7
અઠવાડિયામાં એક વખત મોટાભાગે બધાના ઘરે મગ બનતા જ હોય છે. દર વખતે અલગ અલગ રીતે બનાવી ને અલગ સ્વાદ માણી શકાય છે. અમારે ત્યાં પણ મગનુ શાક, વઘારીયા કઢી સાથે, તો ક્યારેક ખાટા મગ બને છે. આજે ખાટાં મગની રેસીપી તમારી સાથે શેર કરું છું, આશા છે કે તમને બધાને પસંદ આવશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ
  1. 2.5 કપબાફેલા મગ
  2. 2 ટે.ચમચીતેલ
  3. 1 ટી.સ્પૂનરાઈ
  4. 1 ટી.સ્પૂનજીરું
  5. 1 ટી.સ્પૂનહીંગ
  6. 1સૂકું લાલ મરચું
  7. 5-6લીમડાના પાન
  8. 1 કપઝીણા સમારેલા ટામેટાં
  9. 2સમારેલા લીલા મરચાં
  10. 1 ટે.ચમચીપીસેલું લસણ
  11. સ્વાદ અનુસારમીઠું
  12. 1 ટી.સ્પૂનહળદર
  13. 3 ટી.સ્પૂનમરચું
  14. 3 ટી.સ્પૂનધાણાજીરું
  15. 2.5-3 કપ/જરૂર મુજબછાશ
  16. 1 ટી.સ્પૂનગોળ(ઓપ્શનલ)
  17. 2 ટે.ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગને ધોઈને સહેજ મીઠું નાખી બાફી લેવા.

  2. 2

    એક નાના બાઉલમાં પીસેલું લસણ, મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું એડ કરી મિક્સ કરવું. જરૂર મુજબ પાણી લઈ પેસ્ટ બનાવવી.

  3. 3

    વઘાર કરવા માટે પેનમાં તેલ લેવું. ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, લીમડાના પાન અને સુકા લાલ મરચાં નો વઘાર કરવું

  4. 4

    બનાવેલી પેસ્ટ એડ કરી સાંતળવી. હવે ઝીણા સમારેલા ટામેટાં અને મરચાં એડ કરી ટામેટાં એકરસ થાય ત્યાં સુધી સાંતળવા. ગોળ(ઓપ્શનલ છે,સ્કીપ કરી શકાય) એડ કરવું.

  5. 5

    હવે છાશ એડ કરવી. 1-2 ઊભરા આવે પછી બાફેલા મગ એડ કરવા. 4-5 મિનિટ ઉકાળવું. જેથી બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય. (છાશ નું પ્રમાણ ઓછું કે વધુ કરી શકાય.)

  6. 6

    તૈયાર થઈ જાય એટલે ઉપરથી કોથમીર છાંટી રોટલી અથવા બાજરાના રોટલા સાથે સર્વ કરવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

ટિપ્પણીઓ (17)

Pranami Davda
Pranami Davda @cook_26426386
Healthy😍
Please do follow me even and check out my recipes too

Similar Recipes