સુકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

#ChooseToCook
કઠોળ ખાવું હેલ્થ માટે બહુ જ સારું. તેમાંથી જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે .અમારા ઘરમાં વીકમાં એક દિવસ કઠોળ બને . બધા ને કઠોળ નુ શાક બહુ જ ભાવે .તો આજે મેં સૂકા ચોળાનુ રસાવાળું શાક બનાવ્યું.

સુકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)

#ChooseToCook
કઠોળ ખાવું હેલ્થ માટે બહુ જ સારું. તેમાંથી જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે .અમારા ઘરમાં વીકમાં એક દિવસ કઠોળ બને . બધા ને કઠોળ નુ શાક બહુ જ ભાવે .તો આજે મેં સૂકા ચોળાનુ રસાવાળું શાક બનાવ્યું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1બાઉલ બાફેલા સૂકા સફેદ ચોળા
  2. 3 ચમચીતેલ
  3. 1 ટીસ્પૂનરાઈ / મેથી
  4. 1/2 ટીસ્પૂન જીરુ
  5. 1ચપટી હિંગ
  6. 1સૂકું લાલ મરચું
  7. 1/2ટીસ્પૂન હળદર
  8. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  9. 1 ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  10. 1/2ટીસ્પૂન ગરમ મસાલો
  11. 1 ચમચીલીંબુનો રસ
  12. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  13. 1 નંગઝીણું સમારેલું ટમેટું
  14. 1 નંગ લીલા મરચાના ટુકડા
  15. 1 ટીસ્પૂનમીઠું
  16. 1/2ટીસ્પૂન ખાંડ
  17. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કુકરમાં ત્રણ ચમચી તેલ મૂકી તેમાં રાઈ મેથી જીરૂ હિંગ સૂકા લાલ મરચા નાખી અને ઝીણી સમારેલી ડુંગળી વઘારી દેવી ડુંગળીને એક બે મિનિટ માટે સાંતળી લેવી

  2. 2

    હવે તેમાં જીણા સમારેલા ટામેટાં લીલાં મરચાંના ટુકડા મીઠું હળદર મરચું ધાણાજીરૂ ખાંડ અને ગરમ મસાલો નાખી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવા થોડું પાણી નાખવું સરસ ગ્રેવી થવા દેવી.

  3. 3

    હવે તેમાં બાફેલા ચોળા નાખી મિક્સ કરી લેવું બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવું અને જરૂર મુજબ પાણી નાખી કુકરનું ઢાંકણ બંધ કરી બે સીટી કરી લેવી એટલે મસાલો સરસ ચોળામાં મિક્સ થઈ જશે.
    નોંધ : ચોળા ને બાફતી વખતે તેમા થોડુ મીઠું નાખી દેવુ.

  4. 4

    કુકર ઠંડુ થાય એટલે ખોલી અને રસો ચેક કરી લેવો અને છેલ્લે તેમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી દેવું સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર ભભરાવી ગાર્નીશ કરી સર્વ કરવું.

  5. 5

    તો તૈયાર છે
    સૂકા ચોળાનું શાક
    ચોળા નુ શાક સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes