મિક્ષ ભાજી (Mix bhaji Recipe in Gujarati)

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673

#MW4 હું પંજાબી છું અને આ અમારી પરંપરાગત વાનગી છે.બહુ જ પૌષ્ટિક વાનગી છે.

મિક્ષ ભાજી (Mix bhaji Recipe in Gujarati)

#MW4 હું પંજાબી છું અને આ અમારી પરંપરાગત વાનગી છે.બહુ જ પૌષ્ટિક વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 500 ગ્રામસરસો ની ભાજી
  2. 250 ગ્રામપાલક ની ભાજી
  3. 250 ગ્રામની ભાજી
  4. 250 ગ્રામમૂળા ની ભાજી
  5. 250 ગ્રામમૂળા
  6. 100 ગ્રામલસણ,
  7. 1 ટુકડોઆદુ
  8. 5-6લીલા મરચા
  9. 1ડુંગળી
  10. 2ટામેટા
  11. 2ચમચા મકાઈ નો લોટ
  12. 100 ગ્રામદેશી ઘી
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1 ચમચીધાણા જીરૂ પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધી જ ભાજી ને 2 -3 પાણી થઈ ધોઈ ને કૂકરમાં માં નાખો,મીઠું,2 લીલા મરચા અને થોડું પાણી નાખી ને,2 થી 3 સીટી લગાડો.

  2. 2

    ભાજી ચડી જાય ત્યારે, ઠંડુ થાય પછી મિક્સર માં ક્રશ કરો,વધુ બારીક ના કરો,વધારા નું પાણી નીકાળી દો.

  3. 3

    કડાઈ માં ઘી નાખી,ગરમ થાય ત્યારે ઝીણા સમારેલાલસણ, ઝીણા સમારેલાઆદું નાખોલીલા મરચાં નાખો,પછી ઝીણી સમારેલી ડુંગળી નાખો,બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો, ઝીણા સમારેલા ટામેટા ઉમેરો,મીઠું નાખી ટામેટાં ચડવા દો.

  4. 4

    ધાણા જીરું પાઉડર નાખો.

  5. 5

    ભાજી ઉમેરો,મકાઈનો લોટ ઉમેરો,ચડવા દો,પાણી ઓછું લાગે તો ગરમ પાણી નાખો,10 થી 15 મિનિટ ધીમા તાપે ચડવા દો.

  6. 6

    સ્વાદિષ્ટ સરસો નું શાક તૈયાર છે,મકાઇ ના રોટલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673
પર

ટિપ્પણીઓ (14)

Similar Recipes