"દાળવડા(Dal vada recipe in Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#trend
#વીક 1
રાત્રે વિચાર આવ્યો દાળ-પૂરી સિંધી વાનગી બનાવીશ.સાથે જીરા રાઈસ અથવા પુલાવ કે છૂટ્ટો ભાત તો જોઈએ જ એટલે દાળ -ચોખા બંને અલગથી પલાળી દીધા સવારે ઉઠી તો અડધો કલાક પછી ગેસ્ટ આવી ગયા.તો વિચાર બદલાઈ ગયો.અને દાળ ચોખા ગ્રાઈન્ડ કરી આદુ,મરચાં લસણ બધાં જોઈતા મસાલા ઉમેરી દાળવડા બનાવી દીધાં. મહેમાન સચવાઈ ગયા અને મારી ગૃપની વાનગી પણ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામચણાદાળ રાતભર પલાળેલી
  2. 100 ગ્રામચોખા પલાળેલા
  3. 8કળી લસણ(વધઘટ કરી શકો છો)
  4. 2-3સૂકા આખા લાલ મરચા
  5. 1 નાની ચમચીહીંગ
  6. 1ઈચનો આદુ નો ટૂકડો
  7. 2-3લીલા મરચાં વધુ નાખી શકાય
  8. મીઠું જરૂર પ્રમાણે
  9. 3-4 ચમચીખાટુ દહીં
  10. 2 ચમચીખાંડ એવોઈડ કરી શકાય. (મેં અહીં એવોઈડ કરેલ છે)
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને દાળને પાણી કાઢીને અલગ અલગ પીસી લો.સાથે પણ પીસી શકાય પરંતુ તેમાં દાળ એકદમ જીણી પેસ્ટ બની જતાં વડામા ચીકાશ ભળે છે.

  2. 2

    ત્યારબાદ સૂકા મરચાં લસણ આદુ પીસી લો.તેમાં બધાજ મસાલાઅને મીઠું ઉમેરી તથા ખાંડ ઉમેરી દો.અને દાળ પલાળેલુ પાણી જે અલગ કાઢી લીધેલું તે જરૂર મુજબ ઉમેરી ખૂબ ફીણી લો.આ તૈયાર થયું વડાનુ ખીરૂ.

  3. 3

    હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી.તૈયાર ખીરામાંથી મીડીયમ સાઈઝના ગોળ વડા મૂકો અને ગોલ્ડન ક્રીસ્પી તળી લો.

  4. 4

    હવે તૈયાર કરેલ વડા સર્વિંગ પ્લેટમાં લઈ મસાલા દહીં કે આંબલીની ચટણી કે લીલી ચટણી સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes