મકાઈ, ગાજર સાથેના ટેસ્ટી મંચુરિયન પકોડા (Mix Veg Manchurian Recipe In Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25490123

મકાઈ, ગાજર સાથેના ટેસ્ટી મંચુરિયન પકોડા (Mix Veg Manchurian Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 100 ગ્રામ મકાઈ
  2. સ્વાદ અનુસારરેડ ચીલી સોસ
  3. 2 ચમચીચણાનો લોટ
  4. જરૂરિયાત મુજબલીલા મરચાં
  5. સ્વાદ અનુસારસોયા સોસ
  6. જરૂરિયાત મુજબગ્રીન ચીલી સોસ
  7. જરૂરિયાત મુજબકોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અમેરિકન મકાઈ ને બાફી લો. ત્યારબાદ તેમાંથી બધાના કાઢી ને ક્રશ કરી લો.

  2. 2

    હવે આક્રોશ કરેલી મકાઈ ની અંદર રેડ ચીલી સોસ સ્વાદાનુસાર ઉમેરો. ત્યારબાદ તેમાં સોયા સોસ સ્વાદ અનુસાર ઉમેરો. ત્યારબાદ તેમાં ગ્રીન ચીલી સોસ સ્વાદાનુસાર ઉમેરો.

  3. 3

    હવે તેમાં ગાજર ને ઝીણા ઝીણા ટુકડા કરીને ઉમેરો. ઝીણી કોથમીર સમારી લો. કોથમીર ની જગ્યાએ પાલક અને મેથીનો પણ ઉપયોગ કરી શકાય છે.

  4. 4

    હવે આ ભેગા કરેલા મિશ્રણ ની અંદર ૨ ચમચી ચણાનો લોટ ઉમેરો. ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરીને ગોળા વાળી લો.

  5. 5

    હવે તેને ધીમા તાપે તળી લો અને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. આ રીતે તૈયાર થઈ જશે ટેસ્ટી હેલ્ધી મકાઈના મંચુરિયન પકોડા.

  6. 6

    જેને લીલી ચટણી અને સોસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. મારા બાળકોને તો ખૂબ જ ભાવે છે જરૂરથી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himadri Bhindora
Himadri Bhindora @cook_25490123
પર

ટિપ્પણીઓ

Similar Recipes