આલુ પકોડા (Aloo Pakoda Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2મધ્યમ સાઈઝના બટાકા
  2. 2 કપબેસન
  3. 1/4 કપઆરારોટ કે કોર્નફ્લોર અથવા ચોખાનો લોટ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1/2 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  6. 1 ટીસ્પૂનરેડ ચીલી ફ્લેક્સ
  7. 1 ટીસ્પૂનબારીક સમારેલા લીલા મરચા
  8. 1/4 ટીસ્પૂનહળદર પાઉડર
  9. 1/2 ટીસ્પૂનઅજમો
  10. 1/4 ટીસ્પૂનહીંગ
  11. 2 ટેબલસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  12. 1 કપપાણી
  13. અન્ય સામગ્રી-
  14. જરૂર મુજબતેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકાને છોલીને, પાતળી ગોળ સ્લાઈસમાં કાપો અથવા વેફર પાડવાના સંતાનો મદદથી પણ બટાકાની સ્લાઈસ કાપી શકો છો.

  2. 2

    એક બાઉલમાં બેસન, કોર્ન ફલોર, મીઠું, અજમો, હળદર, લાલ મરચું, લીલા મરચા, રેડ ચીલી ફ્લેક્સ, અજમો, હીંગ, કોથમીર મિકસ કરી જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. (ખીરું ના જાડું ના પાતળું હોવું જોઈએ)

  3. 3

    તૈયાર કરેલ ખીરામાં 2 ટેબલસ્પૂન ગરમ તેલ ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર કરેલ ખીરામાં બટાકાની સ્લાઈસ ડીપ કરી ગરમ તેલમાં બંને બાજુ સોનેરી રંગ થાય ત્યાં સુધી મધ્યમ આંચે ફ્રાય કરીને ટીશ્યુ પેપર મુકેલ ડીશમાં કાઢી લો.

  5. 5

    આવી રીતે બધા પકોડા બનાવી લો.

  6. 6

    તૈયાર છે આલુ પકોડા, કોથમીર ચટણી અથવા ટોમેટો સોસ સાથે ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes