રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#આલુ
આલુ કોન્ટેસ્ટ ચાલતો હોય અને ચટાકેદાર રગડા પેટીસ રહી જાય, એવું કેમ ચાલે એટલે આજે મેં રગડા પેટીસ બનાવી.

રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)

#આલુ
આલુ કોન્ટેસ્ટ ચાલતો હોય અને ચટાકેદાર રગડા પેટીસ રહી જાય, એવું કેમ ચાલે એટલે આજે મેં રગડા પેટીસ બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. 500 ગ્રામબટેટા
  2. 250 ગ્રામ સફેદ વટાણા અથવા સફેદ ચણા
  3. 1 ચમચો ચણાનો લોટ
  4. 1/2 ચમચી હળદર
  5. 1 ચમચીમરચાની ભૂકી
  6. સ્વાદ અનુસારનમક
  7. 1/2 ચમચી ગરમ મસાલો
  8. 1 નાની વાટકીતેલ
  9. 1/2 વાટકીઝીણી સેવ
  10. 100 ગ્રામશીંગદાણા ફાડા
  11. 1 વાટકીઆમલીની ચટણી
  12. 1 વાટકીકોથમીર મરચા ની ચટણી
  13. 1/2 વાટકીલસણની ચટણી
  14. 2-3ડુંગળી
  15. ૩-૪કળી લસણ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    તો ફ્રેન્ડસ આજે રગડા પેટીસ બનાવીશું. તો સૌપ્રથમ પેટીસ બનાવવા માટે બટેટા ને બાફી લો.

  2. 2

    હવે બાફેલા બટેટા ઠંડા પડે એટલે એની છાલ ઉતારી માવો બનાવો. એક વાસણમાં બટેટાનો માવો અને તેની અંદર સ્વાદ અનુસાર નમક, થોડો ચાટ મસાલો નાખીને બધું બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે તૈયાર કરેલા બટેટાના માવામાંથી લુવા જેટલો માવો લઈ, હથેળી પર રાખી એની પેંડા જેવા સેપની પેટીસ બનાવો.

  4. 4

    ત્યારબાદ ગેસ પર લોઢી રાખી, એના ઉપર થોડું તેલ નાખો અને બધી જ પેટીસ બંને સાઇડ સાંતળી લો. બધીજ પેટીસ બંને સાઇડ સરસ રીતે સંતળાઈ ગયા બાદ,લોઢી પર જ રહેવા દો.

  5. 5

    હવે રગડો બનાવવા માટે સફેદ વટાણા ને પાંચથી છ કલાક પલાળી રાખો. ત્યારબાદ તેને કુકરમાં ચાર સીટી વગાડી લો.

  6. 6

    ત્યારબાદ ગેસ પર એક કઢાઈ મૂકો, તેની અંદર 2 ચમચા તેલ નાખી,ડુંગળી અને લસણનો વઘાર કરો. બંને સરસ રીતે સંતળાઈ જાય એટલે તેમાં વટાણા નાખી દો.

  7. 7

    હવે તેની અંદર બધા જ મસાલા નાખો અને ચમચા વડે હલાવીને બે મિનિટ રહેવા દો. ત્યારબાદ તેની અંદર થોડું પાણી નાખો અને ચણાના લોટને એક વાટકીમાં પાણી નાખી હલાવીને, વટાણા નો વઘાર કર્યો છે તેની અંદર નાખી દો.

  8. 8

    ચણાનો લોટ રગડા માં નાખવા થી રગડો ઘટ બને છે હજી થોડું પાણી નાખો અને ઉકાળી લો. તો તૈયાર છે આપણો રગડો.

  9. 9

    હવે સીંગદાણાની તરીલો.ત્યારબાદ થોડા ઠંડા પડે એટલે એના ફાડા કરી લો. હવે ફાડા સિંગદાણામાં થોડું મીઠું અને મરચું ભભરાવીને બધું મિક્સ કરો તૈયાર છે મસાલાવાળા સીંગદાણાના ફાડા.

  10. 10

    હવે એક સર્વિંગ બાઉલમાં બે પેટીસ મૂકો, એની ઉપર રગડો નાખો. ત્યારબાદ ઉપર મસાલાવાળી સીંગદાણાના ફાડા,લસણની ચટણી, આમલીની ચટણી અને કોથમીર મરચા ની ચટણી નાખો.ત્યારબાદ ડુંગળી અને સેવ થી ગાર્નિશિંગ કરો.

  11. 11

    તો ફ્રેન્ડસ તૈયાર છે આપણી ચટાકેદાર રગડા પેટીસ. રગડા માટે સફેદ ચણા અથવા તો સફેદ વટાણા વાપરી શકાય. હું ક્યારેક સફેદ ચણા નો રગડો બનાવું છું અને ક્યારેક સફેદ વટાણા નો રગડો બનાવું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes