શાહી બ્રેડ બટર બોલ્સ(Shahi Bread butter Balls Recipe in Gujarati)

Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004

#DA
#week-2
શાહિ બ્રેડ બટર બોલ્સ એક ડેઝર્ટ સાથે એક મીઠાઈ પણ છે આ મારી જ એક ક્રિએટિવ રેસીપી છે મને ખૂબ જ પસંદ છે તમને પણ તે પસંદ આવશે તો ચોક્કસથી ટ્રાય કર જો.

શાહી બ્રેડ બટર બોલ્સ(Shahi Bread butter Balls Recipe in Gujarati)

#DA
#week-2
શાહિ બ્રેડ બટર બોલ્સ એક ડેઝર્ટ સાથે એક મીઠાઈ પણ છે આ મારી જ એક ક્રિએટિવ રેસીપી છે મને ખૂબ જ પસંદ છે તમને પણ તે પસંદ આવશે તો ચોક્કસથી ટ્રાય કર જો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. 6 નંગબ્રેડ=2 વાટકી બ્રેડનો ભૂકો
  2. 1/2વાટકી દળેલી ખાંડ
  3. 1વાટકો બટર
  4. 50 ગ્રામકાજુ
  5. 50 ગ્રામબદામ
  6. સ્ટફિંગ માટેની સામગ્રી:-
  7. 1 વાટકીકાચા પપૈયાનું ખમણ
  8. 1/2વાટકી ખાંડ
  9. 1/2વાટકી દૂધ
  10. 2-3તાંતણા કેસર
  11. ચપટીફૂડ કલર કેસરી
  12. કેસરનું એસેન્સ
  13. 4 ચમચીડ્રાય ફુટ નો પાઉડર
  14. 1 ચમચીબટર
  15. એક ચમચી ટોપરા નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી એકઠી કરી લેવી

  2. 2

    આપણે પહેલા મિક્સર નું કામ કરી લઈશું તે માટે મિક્સર નીજાર માં આઠ-દસ બદામ રાખી બાકીનો ડ્રાયફ્રુટ પીસી લઈશું. ત્યારબાદ ખાંડ પણ દળી લઈશું. બ્રેડની કિનારી કાઠી તેને પણ મિક્સરમાં ક્રશ કરી લઈશું.

  3. 3

    હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું તેના માટે પપૈયાની ધોઈ એની છાલ ઉતારી એક વાટકા જેટલું ખમણી ખમણી લેવું

  4. 4

    હવે ગેસ શરૂ કરી એક લોયામાં એક ચમચી બટર નાખો. અને પપૈયાનું ખમણ એમાં નાખી સાંતળી લેવું. 1/2વાટકી દૂધ નાખી ધીમા તાપે ચડવા દેવું

  5. 5

    ચડી જાય એટલે તેમાં ચાર ચમચી ખાંડ નાખી ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. તેમાંથી ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લો. તેમાં ચાર ચમચી ડ્રાય ફુટ નો ભૂકો ચપટી
    foodકલર,કેસર. અને બે-ત્રણ ટીપા એસેન્સ નાખી હલાવી લેવું. એક બાઉલમાં કાઢી લો.

  6. 6

    આ સ્ટફિંગ મિશ્રણ ઠરે એટલે ગોળા વાળી લેવા

  7. 7

    હવે એક બાઉલમાં 2 વાટકી બ્રેડનો ભૂકો, 1/2વાટકી દળેલી ખાંડ, બાકી રહેલો ડ્રાય ફુટ નો ભૂકો તથા ૨ ચમચા બટર લઈ હાથેથી મિશ્રણ તૈયાર કરી લેવો.

  8. 8

    આ મિશ્રણને હાથમાં લઇ ગોળો વાળી હાથેથી થેપી વચ્ચે ટોકિંગ નો ગોળો મૂકી ફરતી કવર કરી ગોળા વાળી લેવા અને તેની ટોપરા માં રગદોળી સર્વિંગ ટ્રેમાં ગોઠવવા. બદામથી ગાર્નિશ કરો.

  9. 9

    આ છે મારી મનગમતી ડીશ જોતા જ બધાને ગમી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
પર

Similar Recipes