(આખા કાંદા નું શાક.. (Aakha Kanda Shaak Recipe in Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

અમે કાઠીયાવાડી આખા કાંદા નુ શાક આમ તો બનાવતા જ હોય પન આ શાક ખાસ તો વાડી ના પ્રોગ્રામ નું શાક છે પ્રોગ્રામ નામ પડે ને તરત જ આખા કાંદા નું શાક યાદ આવે .અમે ગામડે જઈએ ત્યારે વાડીએ જઈને આ શાક બનાવી એ છીએ
પેલા મારા દાદી મા હતા ત્યારે બસ આમ જ પાટલા પર રોટલા, કાંસા ની તાંસળી મા શાક ને સાથે માખણ, કોઠીંબડાં ની કાશરી, ગાજર ને ચીભડા ની રાઈ વાળી ચીર,છાશ ને ગોળ સાથે જમતા..
Thank you...Cookpad..ની ટીમ...&... Cookpad..members..તમે મને મારા દાદી મા હતા ત્યાર ની યાદ કરાવી...

(આખા કાંદા નું શાક.. (Aakha Kanda Shaak Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

અમે કાઠીયાવાડી આખા કાંદા નુ શાક આમ તો બનાવતા જ હોય પન આ શાક ખાસ તો વાડી ના પ્રોગ્રામ નું શાક છે પ્રોગ્રામ નામ પડે ને તરત જ આખા કાંદા નું શાક યાદ આવે .અમે ગામડે જઈએ ત્યારે વાડીએ જઈને આ શાક બનાવી એ છીએ
પેલા મારા દાદી મા હતા ત્યારે બસ આમ જ પાટલા પર રોટલા, કાંસા ની તાંસળી મા શાક ને સાથે માખણ, કોઠીંબડાં ની કાશરી, ગાજર ને ચીભડા ની રાઈ વાળી ચીર,છાશ ને ગોળ સાથે જમતા..
Thank you...Cookpad..ની ટીમ...&... Cookpad..members..તમે મને મારા દાદી મા હતા ત્યાર ની યાદ કરાવી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ થી ૫ વ્યક્તી
  1. ૧૫ થી ૧૬ નાના કાંદા
  2. ટમેટાં ની ગે્વી
  3. ૩ ચમચીલીલું મરચું ક્શ કરેલું
  4. ૧ ચમચીઆદું ની પેસ્ટ
  5. ૨ ચમચીલસણ ની પેસ્ટ
  6. ૨ ચમચીચણા નો લોટ(બેસન)
  7. ૪ ચમચીમિક્ષ ચવાણુ ક્શ કરેલ
  8. ૨ ચમચીખાંડ
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧ ચમચીહળદર
  11. ૧ ચમચીઘાણાજીરૂ પાઉડર
  12. ૧ ચમચીમેગી મસાલો
  13. મીઠું સ્વાદઅનુસાર
  14. ૧ વાટકીતેલ
  15. ૧ ચમચીકોથમીર ઝીણી સમારેલ
  16. ૧ ચમચીરાઇ
  17. ૫-૬ મીઠા લીમડા ના પાન
  18. ૧ ચમચીખસખસ
  19. ૧ ચમચીમગજ તરી ના બી
  20. ૭-૮ કાજુ
  21. ૭-૮ કિશમીશ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તેલ ગરમ કરવા મૂકો તેમા રાઇ નાખી કાંદા ને લીમડા ના પાન નાખી હલાવો. ૫ મિનિટ ઢાંકી દો

  2. 2

    ત્યાર બાદ તેમા આદું, મરચા, લસણ ની પેસ્ટ નાખો.ચણા નો લોટ,ટામેટાં ની ગે્વી નાખી મિક્ષ કરો

  3. 3

    ત્યાર બાદ તેમા ચવાણા નો ભૂકો, ખસખસ, મગજ તરી, મેગી મસાલો, હળદર, લાલમરચું પાઉડર,ઘાણાજીરૂ પાઉડર, મીઠું, ખાંડ, નાખી મિક્ષ કરો અડધો ગ્લાસ જેટલું પાણી નાખી ચડવા દો.

  4. 4

    ઉપર થી કાજુ, કિશમિશ,કોથમીર, નાખી પીરશો.

  5. 5

    બસ તૈયાર છે આખા કાંદા નું શાક..😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rasmita Finaviya
પર

Similar Recipes