આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)

Janvi Patel
Janvi Patel @jhanvi1504
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૩-૪ નંગ બાફેલા બટેટા
  2. ૨ નંગલીલા મરચાં
  3. ૩ નંગડુંગળી
  4. ૧/૨ નંગઆદું
  5. કોથમીર જરૂર મુજબ
  6. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  8. ૧ (૧/૨ ચમચી)આમચુર પાઉડર
  9. ૧ ચમચીકસુરી મેથી
  10. મીઠું સ્વાદ મુજબ
  11. દહીં સર્વ માટે
  12. બાઉલ ઘંઉ નો લોટ ઝીણો
  13. પાણી જરૂર મુજબ
  14. તેલ
  15. અજમો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક મોટા બાઉલ માં ઘંઉ નો લોટ લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી નરમ લોટ બાંઘો. લોટ ને ૩૦ મિનિટ ઢાંકી ને રાખો.

  2. 2

    કૂકરમાં બટેટા ને ૪-૫ સીટી થાય ત્યાં સુધી બાફો. બટેટા બફાઇ ત્યાં સુધી માં બીજી તૈયારી કરી લો.

  3. 3

    ડુંગળી ને ઝીણી સમારી લો. આદું અને મરચાં ને ઝીણા ક્રશ કરી લો. કોથમીર ઝીણી સમારી લો. બટેટા બફાઇ જાય પછી એની છાલ ઉતારી લો. એને થોડા ઠંડા થવા દો. બટેટા ઠંડા થ્ઈ જાય પછી એનો માવો કરવો અથવા છીણી લ્યો. પછી બટેટા ના માવામાં મીઠું, મરચુ પાઉડર, ધાણાજીરું, આમચૂર પાઉડર, આદું મરચાં ની પેસ્ટ અને ડુંગળી તથા કોથમીર નાખી બઘું બરાબર મિકસ કરી લો.

  4. 4

    મિશ્રણ ને ઠંડું થવા દો. ગેસ પર લોઢી ગરમ કરવા મુકો. હવે લોટ માંથી પસંદ મુજબ નાના-મોટા લૂઆ કરી હાથની મદદ વડે લૂઆ ને ફરતે આંગળી ઓથી ગોળ કરી (કચોરી ના પડની જેમ) તેમાં મિશ્રણ ્ઉમેરી બધી બાજુ થી પેક કરો. પાટલી પર થોડો કોર લોટ ભભરાવી અને થોડો લોટ લૂઆ પર ભભરાવી હલકા હાથ વડે પ્રેસ કરી ફોરા હાથે વેલણની મદદ થી વણો. લોઢી પર પરોઠું નાખી તેલ અથવા ઘી કે બટર થી બ્રાઉન કલર ના બંને બાજુએ શેકી લો. આલુ પરોઠા ને દહીં, લીલી ચટણી કે પછી સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janvi Patel
Janvi Patel @jhanvi1504
પર

Similar Recipes