આલુ પરોઠા(Aloo Parotha Recipe in Gujarati)

sonal Trivedi
sonal Trivedi @cook_26227427
Vadodara

આલુ પરોઠા(Aloo Parotha Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનીટ
3 લોકો
  1. 500 ગ્રામબટાકા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  4. 2 ચમચીઆદુ, મરચાં ની પેસ્ટ
  5. 1/2 નાની ચમચીઆમચૂર પાઉડર
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1/2 ચમચીજીરું પાઉડર
  9. 1/2 નાની ચમચીઅનાર પાઉડર
  10. 1 ચમચીકસુરી મેથી
  11. 7-8 નંગફુદીના ના પાન ઝીણાં સમારેલા (optional)
  12. 1-2 ચમચીલીલા ધાણા ઝીણાં સમારેલા
  13. 2-3 વાટકીઘઉં નો લોટ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. તેલ
  16. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ની છાલ કાઢી કુકર માં પાણી મુકી બાફી લો.

  2. 2

    હવે બાફેલા બટાકા નો માવો કરી તેમાં મીઠું સ્વાદ અનુસાર, આદુ મરચાં ની પેસ્ટ, લાલ મરચું પાઉડર, જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, અનાર પાઉડર, કસુરી મેથી, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણાં સમારેલા ફુદીના ના પાન, ઝીણાં સમારેલા લીલા ધાણા ઊમેરી બરાબર ભેગું કરી થોડી વાર મૂકી રાખો.

  3. 3

    હવે એક બાઉલમાં ઘઉંનો લોટ ચાળી લો. પછી તેમાં મીઠું અને 1/2ચમચી તેલ ઊમેરી રોટલી જેવો લોટ બાંધી 5 -7 મીનીટ સુધી મૂકી રાખો. પછી ફરીથી તેલ લગાવી લોટ મસળી તૈયાર કરો.

  4. 4

    હવે લોટ માંથી લુવો તૈયાર કરી પહેલા નાની રોટલી વણી તેમાં બટાકા નું મીશ્રણ મૂકી ગોળ બોલ તૈયાર કરી દો. પછી વણી તવા પર પરોઠા ની જેમ સેકી તેલ લગાવીને પરોઠા બનાવી લો.

  5. 5

    તૈયાર છે આલુ પરોઠા.સવિઁગ ડીશ માં કાઢી દહીં કે અથાણાં સાથે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sonal Trivedi
sonal Trivedi @cook_26227427
પર
Vadodara
cooking is an art, cooking is like love, painting and writing songs..................
વધુ વાંચો

Similar Recipes