આલૂ પનીર પરાઠા(Aalu paneer parotha recipe in Gujarati)

Meera Sanchaniya
Meera Sanchaniya @Meerafoodhouse
Rajkot

#Trend2
recipe

આલૂ પનીર પરાઠા(Aalu paneer parotha recipe in Gujarati)

#Trend2
recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 2 કપરોટલી નો ઝીણો લોટ (ઘંઉ નો લોટ)
  2. 2-3બટેટા
  3. 1નાનું ટમેટુ
  4. 2કાંદા
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીહળદર
  7. મીઠુ સ્વાદ અનુસાર
  8. તેલ
  9. 50 ગ્રામપનીર
  10. પાણી જરૂર મુજબ
  11. 1/2 ચમચીરાઈ
  12. 1/2 ચમચીજીરુ
  13. 2 ચમચીખાંડ
  14. 1/2લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌ પહેલા બટેટા ને બાફી લેવા.બટેટા બફાય ત્યાં સુધી મા પરાઠાનો કણક તૈયાર કરી લેવો.

  2. 2

    પરાઠા માટે લોટ લેવો તેમાં મીઠુ સ્વાદ મુજબ નાખવું અને 1 ચમચી તેલ નાખવુ બધુ બરાબર મિક્ષ કરી તેમાં પાણી ઉમેરતા જઈ રોટલી જેવો લોટ બાંધી લેવો.ત્યારબાદ તેના પર તેલ લગાવી તેને ઢાંકી ને રાખી દેવો.

  3. 3

    માવો બનાવાની રીત.....બટેટા ની છાલ ઉતારી તેનો મસળી લેવા.ત્યારબાદ 1 તપેલીમાં તેલ મૂકવુ અને તેમા રાઈ જીરા નો વઘાર કરવો ત્યારબાદ તેમાં ડુંગળી અને ટામેટાં નાખવા 2 મિનીટ તેને સાંતળી તેમા હળદર મરચુ અને મીઠુ અને ખાંડ ઉમેરવુ બધુ સરખુ મિક્ષ કરી ગેસ પરથી ઉતારી લેવું.ત્યારબાદ તેમા લીબું નો રસ ઉમેરવો અને પનીર છીણી ને ઉમેરવું બધુ સરખી રીતે મિક્ષ કરી લેવું આ માવો/ પૂરણ તૈયાર

  4. 4

    હવે પરાઠા કરવા તવી ગરમ કરવા મૂકવી અને લોટ ને મસળી ને લેવો.તેમાંથી 1 લૂવો લેવો અને તેની રોટલી વણી બાજુમાં રાખી દેવી ત્યારબાદ ફરીથી એજ માપનો લૂવો લેવો અને તેની રોટલી વણવી.આ રોટલી પર પૂરણ પાથરવુ વ્યવસ્થિત રીતે ત્યારબાદ તેના પર બીજી રોટલી રાખી ઢાંકી દેવી અને વેલણથી હળવા હાથે વણવુ જેથી માવો સરખી રીતે ફેલાય જાય.

  5. 5

    આ પરાઠા ને તવી મા મૂકી બંને બાજુ તેલ લગાવી પરાઠા ની જેમ શેકી લેવું. આ રીતે બધા પરોઠા વણીને શેકી લેવા અને ગરમ ગરમ લીલી ચટણી કે દહિં સાથે પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Sanchaniya
Meera Sanchaniya @Meerafoodhouse
પર
Rajkot
Real cooking is more about following your heart than following recipes.Cooking is like love 💞
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes