ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યકતિ માટે
  1. ૧ મોટી વાટકી ચણા નો લોટ
  2. ૧ નાની વાટકીછાસ
  3. ૧ નાની વાટકીદહીં
  4. ૩ વાટકીપાણી
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૨ ચમચીલાલ મરચું
  7. ૧/૨ધાણા જીરુ
  8. ૨ ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  9. ૧ ચમચીમીઠું
  10. ૩ ચમચા તેલ
  11. ૧/૨ ચમચીહિંગ
  12. ૧ ચપટીજીરું
  13. ૧ ચપટીચીલી ફલેકસ
  14. ૧ ચપટીરાઈ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સો પહેલા એક પેન લો એમાં ૧ચમચો તેલ લો.

  2. 2

    ગરમ થાય ત્યારે એમાં ૧/૪ હળદર અને ૧ ચમચી આદું મરચાં ની પેસ્ટ નાખો.પછી ચપટી હિંગ અને ચપટી ચીલી ફલેકસ નાખો.

  3. 3

    ધીમે તાપે આ સતળાય ત્યાં સુધી એક બાઉલમાં છાસ લો તેમાં ૧.૫ નાની વાટકી પાણી નાખો અને ૧/૨ ચમચી મીઠું નાખીને હલાવી પેન માં ઉમેરો. હવે ૧ ચમચી લાલ મરચું નાખીને હલાવો.

  4. 4

    હવે બાઉલમાં ૧/૨ મોટીવાટકી પાણી લ્યો તેમાં ચણા નો લોટ ઉમેરી ને બરાબર મિક્ષ કરવું

  5. 5

    છાસ ઉકળવા લાગે ત્યારે આ મિશ્રણને ઉમેરો ને સતત હલાવો.

  6. 6

    મિશ્રણ ધટ્ટ થાય ત્યાં સુધી હલાવો. પછી થાળીમાં તેલ લગાવી મિશ્રણ ને પાથરી લો.

  7. 7

    હવે બીજા પેન માં ૨ ચમચા તેલ લઈ એમાં રાઈ, જીરુ,હિંગ, આદું મરચાં ની પેસ્ટ નાખી સાતળો.

  8. 8

    લાલ મરચા માં જરા પાણી નાખી પેસ્ટ બનાવો. પછી હળદર, અને પેસ્ટ ને પેન માં નાખી ને ધીમે તાપે સાતળો. પછી દહીંમાં ૧/૨ પાણી ઉમેરી હલાવો ને પેન માં આ ઉમેરો.

  9. 9

    હવે ૧/૨ મીઠું અને ધાણાજીરુ ઉમેરી ઊકળવા દો. થાળી નું મિશ્રણ ઢરે એટલે એના પીસ કરો.

  10. 10

    આ ઢોકળી ને પેન માં નાખી ૨-૩ મિનિટ રહેવા દો.

  11. 11

    હવે ગરમ ગરમ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

Similar Recipes