શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 1 વાટકીઅડદ
  2. 1 લિટરછાશ
  3. 1ચમચો ચણાનો લોટ
  4. 2 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  5. ૧ નંગટામેટાં ઝીણા સમારેલા
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીધાણાજીરું પાઉડર
  8. 1/2 ચમચીહળદર
  9. ચમચા તેલ
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કુકર માં એક વાટકી અડદ અને બે ગ્લાસ પાણી નાખી બાફવા મૂકો. 5 સીટી થાય એટલે કુકર ઉતારી લેવું. ત્યારબાદ ચારણીમા અડદ કાઢી ધોઈ લેવા.

  2. 2

    એક તપેલીમાં છાશમાં ચણાનો લોટ નાખી બ્લેન્ડરથી બ્લેન્ડ કરો ત્યારબાદ તેમાં ટમેટું, મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર અને હળદર ઉમેરીને ધીમા ગેસ પર મૂકી દેવું ત્યારબાદ એક ઊભરો આવે એટલે ઉતારી લેવું

  3. 3

    ત્યાર બાદ એક વાસણમાં બે ચમચા તેલ મૂકી, તેલ ગરમ થયા બાદ તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ નાંખી અને ૧ નંગ ઝીણું સમારેલું ટમેટું નાખીને તેને ચડવા દો. ત્યારબાદ તેમાં બાફેલા અડદ ઉમેરો

  4. 4

    ત્યારબાદ તેમાં તૈયાર કરેલ મસાલાવાળી છાશ ઉમેરી થોડીવાર ચડવા દેવું ચડી ગયા બાદ ઉતારી લેવું ત્યારબાદ હવે રોટલા સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Mali
Neha Mali @cook_26392072
પર
401, Sanskar Appartment, Opposite Jogi Petrol Pump, Street No:-18, Near Vaibhav Laxmi Temple, Zanzarda Road Junagadh.

Similar Recipes