સુજી ઢોકળા (Semolina Dhokla Recipe In Gujarati)

Darshna R Rathod
Darshna R Rathod @cook_25766449
Junagadh

સુજી ઢોકળા (Semolina Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ લોકો
  1. ૨૦૦ ગ્રામ રવો
  2. ૨ કપમીડિયમ ખાટી છાશ
  3. ૧/૨ કપ પાણી
  4. ચપટી ખાવાનો સોડા અથવા ઇનો બને માંથી કોઈ પણ એક
  5. ૨ ચમચીતેલ
  6. ચપટીરાઈ
  7. ચપટીહિંગ
  8. ૧ ડાળખી મીઠા લીમડા ના પાન
  9. ૧ ચમચી મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલી લઈ તેમાં રવો લ્યો

  2. 2

    રવા માં છાશ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    મિશ્રણ ખૂબ જાડું પણ નહિ અને ખૂબ પાતળું પણ નહિ એવું રાખવું

  4. 4

    મિશ્રણમાં જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું

  5. 5

    તેમાં મીઠું ઉમેરી ખાવાનો સોડા ચપટી નાખી ઉપર લીંબુ નીચોવી મિક્સ કરો.

  6. 6

    હવે તેમાં એક ચમચી ગરમ તેલ નાખવું અને મિક્સ કરવું.

  7. 7

    ૫ મિનિટ ઢાંકીને રહેવા દેવું રવો ફૂલી જશે અને પછી જો જરૂર લાગે તો થોડું મિશ્રણ માં પાણી ઉમેરવું

  8. 8

    એક થાળી માં તેલ લગાવી તેમાં આ મિશ્રણ પાથરવું ઉપર મરચું પાઉડર ભભરાવી અને ઢોકળા કરીએ એ રીતે મોટી કડાઈ માં પાણી નાખી કાંઠો રાખી એના ઉપર થાળી મૂકી ઉપર ડિશ ઢાંકી પેક કરી દેવું.

  9. 9

    ૫ થી ૭ મિનિટ માં ઢોકળા બફાઈ જશે જોઈને ઉતરી લેવા

  10. 10

    ઢોકળા ઠરે એટલે એના બટકા પાડી લેવા

  11. 11

    એક વાસણ માં તેલ રાઈ હિંગ લીમડો મૂકી વઘાર કરી લેવો ઉપર કોથમીર ભભરાવી દેવી

  12. 12

    તૈયાર છે આપના ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા તમે તેને સોસ અથવા ચા અથવા ગ્રીન ચટણી સાથે પીરસો

  13. 13

    ખૂબ ઓછા સમય માં અને ખાસ બાળકો ને ભાવતી આ વસ્તુ છે આપ અચૂક બનાવો અને પચવામાં પણ ખૂબ હળવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshna R Rathod
Darshna R Rathod @cook_25766449
પર
Junagadh
I like creativity n to know new n tasty dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes