દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ઢોકળાં નો લોટ
  2. 1નાનો દૂધી નો કટકો
  3. 1 વાટકીખાટી છાશ
  4. 1લીલું મરચું
  5. 1નાનો આદુ નો ટુકડો
  6. ચપટીહળદર
  7. સ્વાદનુસાર મીઠું
  8. 1 નાની ચમચીઇનો
  9. ઢોકળાં વધારવા માટે:-
  10. ચપટીરાઈ
  11. ચપટીજીરું
  12. થોડામીઠા લીમડા ના પાન
  13. 1સૂકું લાલ મરચું
  14. 1 ચમચો તેલ
  15. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઢોકળાં ના લોટ માં 1 વાટકી ખાટી છાસ અને જરૂર મુજબ થોડું ગરમ પાણી નાખી આથો લાવવા ઢાંકી ને 6 થી 7 કલાક રાખી મૂકવું

  2. 2

    ખીરું માં આથો આવી જાય પછી તેમાં આદું મરચાં ને ક્રશ કરીને નાખવાં અને દૂધી ને ખમણી ને નાખવી ત્યારબાદ થોડી હળદર અને મીઠું નાખી હલાવી લેવું

  3. 3

    ત્યારબાદ તેમાં ઇનો નાખી ખૂબ હલાવી થાળી માં તેલ લગાડી ને ખીરું નાખી ઢોકળીયા માં મૂકી વરાળ થઈ બાફી લેવા

  4. 4

    ઢોકળાં થોડાં ઠરે પછી તેમાં કાપા પાડી લેવા

  5. 5

    ત્યારબાદ વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ જીરું સૂકું મરચું મીઠો લીમડો અને હિંગ નાખી ઢોકળાં વઘારી લેવાં

  6. 6

    વઘારેલાં ઢોકળાં ચટણી સાથે સર્વ કરવાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes