ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#trend3
#Gujarati thari
#Week3
બત્રીસ જાતનાં,
પકવાન પણ ફીકા પડે..
જ્યારે માં તેનું,
બનાવેલું ભાણુ મારી,
સામે ધરે......🍛🍲🍱
દુનિયા ના કોઈ પણ છેડે જસે ને તો પણ દરેક ગુજરાતી ખાવાનું શોધવા માં ગુજરાતી ખાવાનું j શોધશે...કારણ કે ગુજરાતી થાળી ખાવાથી પેટ તો ભરાય જ છે સાથે મન પણ ભરાય છે ..તો આજે આપણે ગુજરાતી ઓની અને એમાં પણ કાઠિયાવાડી થાળી ..ની રેસીપી લય ને આવી છું. .

ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)

#trend3
#Gujarati thari
#Week3
બત્રીસ જાતનાં,
પકવાન પણ ફીકા પડે..
જ્યારે માં તેનું,
બનાવેલું ભાણુ મારી,
સામે ધરે......🍛🍲🍱
દુનિયા ના કોઈ પણ છેડે જસે ને તો પણ દરેક ગુજરાતી ખાવાનું શોધવા માં ગુજરાતી ખાવાનું j શોધશે...કારણ કે ગુજરાતી થાળી ખાવાથી પેટ તો ભરાય જ છે સાથે મન પણ ભરાય છે ..તો આજે આપણે ગુજરાતી ઓની અને એમાં પણ કાઠિયાવાડી થાળી ..ની રેસીપી લય ને આવી છું. .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
2 લોકો
  1. બાજરી નો રોટલો
  2. ૩ વાડકીબાજરી નો લોટ
  3. સ્વાદાનુસાર મીઠું
  4. જરૂર મુજબ પાણી
  5. જરૂર મુજબ વ્હાઈટ બટર
  6. રીંગણનો ઓળો
  7. 300 ગ્રામભરતા ના રીંગણ
  8. 10કરી લસણ ની જીની કાપેલી
  9. 2ટામેટા જીના સમારેલા
  10. 1ઝૂડી લીલાં કાંદા જીના સમારેલા
  11. સ્વાદાનુસાર મીઠું
  12. 2 ચમચીલીલાં મરચાની પેસ્ટ
  13. 1/2 ચમચીલાલ મરચું
  14. 1 ચમચીહળદર
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. જરૂર મુજબ તેલ
  17. ખીચડી માટે
  18. 1/2 વાડકીલીલાં છોટલાવાલી મગની દાળ
  19. 1 વાડકીચોખા
  20. સ્વાદાનુસાર મીઠુ
  21. જરૂર મુજબ પાણી
  22. 1 ચમચીતેલ
  23. જરૂર મુજબ ઘી
  24. ચૂરમાં ના લાડુ
  25. 2 વાડકીઘઉં નો લોટ
  26. સ્વાદાનુસાર મીઠું
  27. 2 ચમચીઘી
  28. જરૂર મુજબ ગોળ
  29. જરૂર મુજબ ઘી
  30. 1 લીલી આંબા હળદર
  31. સ્વાદાનુસાર મીઠું
  32. 1/2 ચમચી લીંબુ
  33. જરૂર મુજબ પાણી
  34. પોઈના ભજીયા
  35. 5પોઇના પાન
  36. 1/2 વાડકીબેસન
  37. સ્વાદાનુસાર મીઠું
  38. 1 ચમચી લાલ મરચું
  39. 1/2 ચમચી હળદર
  40. જરૂર મુજબ લીલાં મરચાંની પેસ્ટ
  41. જરૂર મુજબ પાણી
  42. જરૂર મુજબ તરવા માટે તેલ
  43. મોરા મરચાં
  44. સ્વાદાનુસાર મીઠું
  45. ચપટીહળદર
  46. 1/8ધાણાજીરૂ
  47. જરૂર મુજબ તેલ
  48. જરૂર મુજબ પાપડ
  49. જરૂર મુજબ આથેલા મરચા
  50. જરૂર મુજબ ઘી ગોળ
  51. જરૂર મુજબ છાસ
  52. જરૂર મુજબ લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બાજરીનો રોટલો બનાવવા માટે બાજરીનો લોટ કથરોટ માં લીધો મીઠું એડ કર્યું ને પાણી થી લોટ બાંધી લુવા કરી થાપી ને તાવડીમાં શેકી લીધા એના ઉપર સફેદ માખણ લગાવવું..

  2. 2

    ઓરા માટે...રીંગણ ને ધોઈને તેના પર તેલ લગાવી કાપા મૂકી કાપા માં આખી લસણ ની કરી નાખી સેકી લીધા...ઠંડા કરી તેની ઉપરની છાલ કાઢી મેશ કરી લીધા...હવે એક પેનમાં તેલ વધુ લેવાનું...તેમાં લસણ ને(જીના ટુકડા કરેલુ) લીલાં મરચાની પેસ્ટ સત્રી લીધી..હવે ટામેટા એડ કરી સિત્રવા...ચઢી જાય એટલે બધા મસાલા એડ કરી લીલાં કાંદા નાખવા મિક્સ કરવું...અને પછી મેશ કરેલુ રીંગણ એડ કરવું...થોડી વાર ચઢવા દેવું..તેલ છૂટું પડે એટલે ગાર્નિશ કરવું..લીલાં કાંદા કોથમીર વડે..

  3. 3

    ખીચડી માટે દાળ ચોખા ધોઈ પલાળી દેવા...હવે કૂકર માં દાળ ચોખા નાખવા મીઠું અને પાણી નાખી ઉકળવા દેવું...હવે તેલ એડ કરી ઢાંકણ દાઈ ૪ સિટી પડી લેવી... રેડી છે ખીચડી...ઘી નાખી સર્વ કરવી.

  4. 4

    લીલી આંબા હર્દર્ ને કાપીને ધોઈને મીઠું લીંબુ અને પાણી લય તેમાં આથી દેવી...કાચી ખાવાથી ખુબ જ સરસ લાગે છે અને સર્દી માં રાહત થાય છે..

  5. 5

    પોઈ ના પાન લય ધોઈને રાખવા...ભજીયા માટે બેસન મીઠું... હરદળ લાલ મરચું લીલામર્ચની પેસ્ટ બધું મિક્સ કરી પાણી નાખી હલાવી લેવું..હવે તેલ ગરમ કરવા મૂકી. પાન ને ખીરા માં બોરી તરી લેવા.. ક્રિસ્પી થશે

  6. 6

    ઘઉં નો લોટ લય તેમાં મીઠું ઘી નું મૌન નાખી લોટ કઠણ બાંધવો. તાવડી માં સેકી લેવું...હવે ચૂરો કરીને બીજી બાજુ ઘી ને ગોળ ફીની લેવું તેની સાથે મિક્સ કરી લાડુ વરી લેવા..

  7. 7

    To a રીતે બધા લાડુ બનાવી લેવા...તો મસ્ત કાઠિયાવાડી છાસ મરચા ઘી પાપડ સાથે ખાઈ શકાય એવી ગુજરાતી ઑ ની ફેવરિટ થાળી રેડી છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

ટિપ્પણીઓ (29)

Similar Recipes