ગુજરાતી થાળી( Gujarati thali Recipe in Gujarati

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#trend3
આજે મે એક ગુજરતી થાળી બનાવી છે જે આપણા દરેક ના ઘરે બનતી હોય છે.

ગુજરાતી થાળી( Gujarati thali Recipe in Gujarati

4 કમેન્ટ્સ કરેલ છે

#trend3
આજે મે એક ગુજરતી થાળી બનાવી છે જે આપણા દરેક ના ઘરે બનતી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 ક્લાક
2 વ્યકત માટે
  1. ચોળી બટેટાનુ શાક બનાવવા માટેની સામગ્રીઓ
  2. 1બટેકુ
  3. 67 લીલી ચોળી
  4. 1તમેટું
  5. લાલ મરચું પાઉડર,ધાણા જીરું,હળદર,ગરમમસાલો,મીઠુ અને ખાંડ વગેરે સ્વાદ મુજબ
  6. તેલ,રાઈ અને હિંગ
  7. મગદાર ની ખિચડી બનાવવાની સામગ્રીઓ
  8. 1/2 કપમગની ફોતરાવારી દાર
  9. 1 કપખિચડીયા ચોખા
  10. 1 ચમચીહળદર,મીઠુ, મુજબ લેવા
  11. 2ચમચા ઘી
  12. 3 કપપાણી
  13. મૂળા ના ખારિયા બનાવવા માટેની સામગ્રીઓ
  14. 2મૂળા
  15. 1/2ટમેટુ
  16. 1લીલુ મરચુ
  17. 1 ચમચીતેલ
  18. જીરુ
  19. હળદર,મરચું પાઉડર,ધણા જીરુ,મીઠુ,ગરમ મસાલો વગેરે સ્વાદ મુજબ લેવાં
  20. રોટલી માટે ની સામગ્રી
  21. 1બાઊલ ઘઊ નો લોટ
  22. 1પવરુ તેલ
  23. સ્વાદ મુજબ મીઠું
  24. પાણી જરૂર મુજબ
  25. સલાડ માટેની સામગ્રીઓ
  26. 1ટમેટુ
  27. 1કાકડી
  28. 1લીલી ડુંગળી
  29. ફ્રાય મસાલા સુરળ
  30. 500 ગ્રામસુરળ
  31. લાલ મરચું પાઉડર,ચાટ મસાલો,સંચર

રાંધવાની સૂચનાઓ

1 ક્લાક
  1. 1

    સૌ પ્રથમ સુરળ ને છોલીને તેને સુધારી લેવું.ત્યાર બાદ તેને ધોય ને કુકરમાં બાફવા માટે મિકી દો.4 5 સીટી વગાડી ગેસ બંધ કરી દો.સુરળ બફાય ગુયુછે.હવેતેને ચાયની મા કાઢી લેવી અને ઠરવા દો.

  2. 2

    હવે સલાડ તૈયાર કરી લેસુ.કકડીને છોલીને તેની સલાયસ કરી લેવી.ટામેટાં ની પણ સલાયસ કરી લેવી અને ડુંગળી ને કટ કરીને તેનુ ફુલ બનાવી લેવું.અને સલાડ ને ફ્રીજ માં મૂકી દેવું.

  3. 3

    શાક બનાવવાં માટે ચોળી અને બટેકાને સુધારી લેવા.ટામેટાં ને પણ સુધારી લેવાં.

  4. 4

    હવે એક કુકરમાં અએક પાવરુ તેલ નાખી ને તેમા રાઈ નાખીને તેમા હિંગ નાખી ટામેટા ના ટુકડા નાખી ને તેમા બધા મસાલા નાખી ને ચડવા દેવુ.

  5. 5

    મસાલા ચડી જાય એટલે તેમાં ચોળી બટેટા નાખી ને હલાવી 1 ગ્લાસ પાણી નાંખીને કુકર બંધ કરી દો.અને 3 4 સીટી વગાડી ગેસ બંધ કરી દો.

  6. 6

    હવે મૂળા ના ખારિયા બનાવવા માંટે મૂળા ને સુધારી લેવા.તમેટુ અને મરચા ને પણ સુધારી લેવું.

  7. 7

    ત્યાર બાદ એક નાના લોયા મા એક ચમચી તેલ નાખી ને જીરુ નાખી સાતળવુ.ત્યાર બાદ તેમા સુધરેલા મૂળા,તમેટુ અને મરચું નાખીને બધા મસાલા નાખી ને હલાવવું.અને ધીમા ગેસે ચડવા દેવુ.ચડી જાય એટલે ગેસ બંધ કરી દો.

  8. 8

    હવે ખિચડી બનાવવા માટે મગની ફોતરા વારી દાળ અને ચોખાને એક બાઊલ મા કાઢી લેવા.ત્યાર બાદ તેને 2થી 3વાર ધોય લેવા.

  9. 9

    ત્યાર બાદ એક કુકરમાં ધોયેલા દાળ ચોખા નાખી ને તેમા 3 ગણુ પાણી નાખી તેમા હળદર,હિંગ,મીઠુ અને એક ચમચો ઘી નાખી હલાવીને કુકર બંધ કરી દો.ધીમા તાપે 5થી6 સીટી વગાડી ગેસ બંધ કરી દો.

  10. 10

    હવે બાફેલા સુરણ ને બ્રાઊંન રંગનુ થાય ત્યા સુધી તળી લો.તળાય જાય એટલે એક બાઊલ મા કાઢી તેમા બધા મસાલા નાખી ને મિક્સ કરી લેવુ.

  11. 11

    હવે લોટ બાંધવા માટે એક વાસણ મા લોટ ચારી લેવો તેમા તેલ અને મીઠું નાખી ને લોટ બાંધી લેવો.હવે હાથમાં થોડુ તેલ લગાવીને લોટને સારી રીતે મસળી લેવો.અને રોટલી બનાવી લેવી.

  12. 12

    હવે બધુજ તૈયાર છે શાક ને સર્વિંગ બાઊલ મા કાઢી તેની ઉપર ગરમ મસાલો છાંટી દેવો.

  13. 13

    કુકરમાંથી ખિચડી સર્વિંગ બાઊલ મા કાઢી તેમા ઉપર એક ચમચો ઘી રેડી દેવુ.

  14. 14

    સુરણ ને પણ સર્વિંગ બાઊલ મા કાઢી લેવુ.

  15. 15

    હવે ડાઇનિંગ ટેબલ પર બધુંજ સર્વ કરવા મૂકો.

  16. 16

    હવે આ બધુંજ સલાડ,ભુંગરા અને મસાલા છાસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

Similar Recipes