ઉકાળો (Ukalo Recipe In Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#trend3
#ઉકાળો
#કાઢા
#ukado
#kadha
#immunity

આપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી સરળ અને ઘરેલુ ઉપાય છે ઉકાળો। ઉકાળા માં નંખાતી કુદરતી ઔષધિઓ ખૂબ ગુણકારી છે અને કોઈ આડ અસર નથી. શરદી, કફ, ઉધરસ, તાવ, ગળા માં ચેપ, ઋતુ માં બદલાવ ને લગતા રોગો, વગેરે માં ખૂબ અસરકારક છે. ખાસ કરી ને અત્યાર ની મહામારી ના સમય માં નિયમિત રીતે ઉકાળો પીવાથી આપણું શરીર કોરોના સામે લડવા માટે સક્ષમ બને છે અને સ્વસ્થ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 લિટરપાણી
  2. 5-6લવિંગ
  3. 3ઇલાયચી
  4. 1બાદીયુ
  5. 1તેજ પત્તુ
  6. 1/4 કપગોળ
  7. 1 ટીસ્પૂનમરી પાઉડર
  8. 1/4 ટીસ્પૂનહળદર
  9. 1 ટીસ્પૂનસૂંઠ પાઉડર
  10. 1 ટીસ્પૂનગંઠોડા પાઉડર
  11. 1 ટીસ્પૂનજીરું
  12. 1 ટીસ્પૂનવરિયાળી
  13. 1/2 ટીસ્પૂનહજમો
  14. 1/2 ટીસ્પૂનતજ પાઉડર
  15. 1/4 ટીસ્પૂનસંચર પાઉડર
  16. 1નાનો કટકો આદુ ની સ્લાઈસ
  17. 10-12તુલસી ના પાન
  18. 20-25ફુદીના ના પાન
  19. 7-8 ચમચીમધ
  20. 1લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પેહલા સોસ પેન માં (અથવા તપેલી) પાણી ને ઉકાળવા મુકો। હવે પાણી ઉકળે એટલે એમાં લવંગ, ઇલાયચી અને બાદિયા ને ખાંડી ને નાખો।

  2. 2

    હવે ઉપર જણાવેલ બધા ઘટકો (લીલા પાન, મધ અને લીંબુ નો રસ સિવાય) એક એક કરી ને પાણી માં નાખો।

  3. 3

    એક ઉભરો આવે એટલે તુલસી અને ફુદીના ના પાન ઉમેરો અને 15 મિનિટ મીડીયમ ફ્લેમ પર કકળાવો।

  4. 4

    ત્યારબાદ ગેસ બંધ કરી ને તેમાં મધ અને લીંબુ નો રસ ઉમેરો। હવે તેને ગરણી થી એક તપેલી માં ગાળી લો.

  5. 5

    ગરમા ગરમ રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળો તૈયાર છે. ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes