મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals

#Trend3
આજે ધાબો દીધા વગર મોહનથાળની રેસિપી શેર કરું છું. આ રીતે મોહનથાળ બહુ સોફ્ટ બને છે અને સ્વાદિષ્ટ બને છે.

મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

#Trend3
આજે ધાબો દીધા વગર મોહનથાળની રેસિપી શેર કરું છું. આ રીતે મોહનથાળ બહુ સોફ્ટ બને છે અને સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૬ માટે લોકો
  1. ૫૦૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૪૦૦ ગ્રામ ખાંડ
  3. ૨૫૦ મિલી દૂધ
  4. ૫૦૦ ગ્રામ ઘી
  5. ૨૫૦ મી. લી. પાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં ૨ ચમચા ઘી ગરમ કરી. એક બાઉલમાં ચણાનો લોટ લેવો તેમાં આ ગરમ કરેલું ઘી ઉમેરો. હલાવીને તેમાં બે વાટકા દૂધ ઉમેરો. સારી રીતે મિક્સ કરો.

  2. 2

    હવે કડાઈમાં ઘી લઈ આ તૈયાર કરેલુ આ મિશ્રણ ઉમેરી દો. અને ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહો. અને એક તરફ તપેલીમાં ખાંડ ડૂબે એટલું પાણી લઈ એક તારની ચાસણી કરો.

  3. 3

    હવે આ રીતે બ્રાઉન થયા બાદ તેમાં ખાંડની ચાસણી ઉમેરો અને હલાવી લો.

  4. 4

    હવે તેને થાળીમાં ઢાળી દઇ. કાજુ બદામ અને પિસ્તા થી ગાર્નીશ કરી લો. થોડું ઠંડુ થયા બાદ ચોસલા કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

Similar Recipes