ખીચડી ના મુઠિયા (Khichdi Muthiya Recipe inGujarati)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
Rajkot

આ વાનગી મારા દાદી બનાવતા. વર્ષો પહેલા જ્યારે ફ્રીઝ નોહતા ત્યારે બચેલી ખીચડી માંથી મારા દાદી આ રીતે મૂઠીયા બનાવતાં.ખુબ જ સ્વાદિષ્ટ બને છે. #GA4
#week7

ખીચડી ના મુઠિયા (Khichdi Muthiya Recipe inGujarati)

આ વાનગી મારા દાદી બનાવતા. વર્ષો પહેલા જ્યારે ફ્રીઝ નોહતા ત્યારે બચેલી ખીચડી માંથી મારા દાદી આ રીતે મૂઠીયા બનાવતાં.ખુબ જ સ્વાદિષ્ટ બને છે. #GA4
#week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ જણા માટે
  1. ૧ વાટકીખીચડી
  2. નાનો ટુકડો ખમણેલી દુધી
  3. ૨ ચમચીમેથી અહીં કસુરી મેથી લીધી છે
  4. ૧ ચમચીમરચું પાઉડર
  5. 1/2ચમચી હળદર પાઉડર
  6. 1/4 ચમચી હીંગ
  7. ૧ ચમચીધાણા જીરુ પાઉડર
  8. ૪ ચમચીતેલ મોયણ
  9. ૩ ચમચીદહીં
  10. નાનું ટમેટુ
  11. 1/2 લીંબુનો રસ
  12. મીઠું અને ખાંડ સ્વાદ મુજબ
  13. ૨ ચપટીખાવા નો સોડા
  14. કળી લસણની પેસ્ટ
  15. દોઢ વાટકી ધઉં નો કરકરો લોટ
  16. ચમચા ચણાનો લોટ
  17. તેલ વઘાર માટે
  18. રાઈ અને જીરુ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં બચેલી ખીચડી લો આશરે ૧ નાની વાટકી ખીચડી હોવી જોઈએ તેમાં ખમણેલી દુધી નાખો અને બધા જ મસાલા કસૂરી મેથી દહીં ઉમેરી અને મિક્સ કરો ત્યારબાદ ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરો અને તેમાં ચણાનો તથા ઘઉંનો કરકરો લોટ ઉમેરી સહેજ ઢીલી કણક તૈયાર કરો

  2. 2

    પછી નાના મુઠિયા વાળી ને ઢોકડિયા માં મૂકી ૧૫ મિનિટ વારાળે બફો પછી ઠંડા થ્યા બાદ ગોળ કટકા કરી ને વઘારી ને ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
પર
Rajkot
રસોઈ બનાવવી મને ખુબ પ્રિય છે. નવી નવી વાનગી બનાવી ને ઘર પરિવાર ના સભ્યો ને પીરસવી ગમે. ગૃહિણી ને અન્નપૂર્ણા એમ જ નથી કહેતા. ધૂળ માંથી ધાન નિપજાવે તે નારી 🙏😊ખરુ ને
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes