ખીચડી ના મુઠીયા (Khichdi Muthiya Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1 વાડકીખીચડી
  2. નાનો ટુકડો ખમનેલી દુધી
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. ચપટીહિંગ
  7. 4 ચમચીતેલ મોણ માટે
  8. 4 ચમચીદહીં
  9. 1 ચમચીગોળ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ચપટીસોડા
  12. 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  13. 2 વાડકીઘઉં નો જાડો લોટ
  14. 1 ચમચીબેસન
  15. તેલ વઘાર માટે
  16. ૧ ચમચીરાઈ
  17. 2 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ખીચડી લો.તેમાં ખમણેલું દુધી અને બધા જ મસાલા, દહીં અને ગોળ ઉમેરી મિક્સ કરો.પછી સોડા નાખી હલાવી લો.હવે તેમાં બંને લોટ નાંખી સહેજ ઢીલી કણક તૈયાર કરો.

  2. 2

    પછી તેના મુઠીયા વાળી ઢોકળી આમા મુકી ૨૦ મિનીટ ધીમા તાપે વરાળથી બાફો. ઠંડા થયા બાદ તેના ટુકડા કરો.

  3. 3

    હવે કડાઈમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે રાઈ તલનો વઘાર કરી તેમાં મુઠીયા ના ટુકડા એડ કરો. ધીમા તાપે ચાર પાંચ મિનિટ હલાવતા રહો.હવે ગેસ બંધ કરો.

  4. 4

    રેડી છે ખીચડી ના મુઠીયા. તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes