પનીર ની બરફી (Paneer Barfi Recipe In Gujarati)

Trupti Mankad
Trupti Mankad @cook_26619568

પનીર ની બરફી (Paneer Barfi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદર મિનીટ
3 જણ
  1. 200 ગ્રામપનીર
  2. 100 ગ્રામદળેલી ખાંડ
  3. 100 ગ્રામદૂધ નો પાઉડર
  4. 8-10પિસ્તા ની કતરણ
  5. 1 નાની ચમચીઇલાયચી-જાયફળ નો પાઉડર
  6. જરૂર મુજબ સજાવટ માટે કેસર

રાંધવાની સૂચનાઓ

પંદર મિનીટ
  1. 1

    સૌ. પ્રથમ ઉપર ની બધી વસ્તુ લેવી.પછી મિક્ષર મા પનીર ને ક્રશ કરવુ.

  2. 2

    હવે એક પેન માં પનીર નુ મિશ્રણ નાખી તેમા દળેલી ખાંડ નાખી બરોબર મિશ્રણ ને હલાવવુ પછી તેમા દૂધ નો પાવડર નાખી બરોબર મિશ્રણ હલાવવું.

  3. 3

    આ મિશ્રણ બરોબર મિક્ષ થાય એટલે ગેસ પર ધીમાં તાપે ગરમ થવા દેવું મિશ્રણ ને ધીમેધીમે હલાવતું રહેવુ

  4. 4

    ત્રણ-ચાર મિનીટ પછી. મિશ્રણ ધટ્ટ થવા આવે એટલે તેમા ઇલાયચી-જાયફળ નો પાઉડર નાખી બે-ત્રણ હલાવવુ

  5. 5

    ગેસ બંધ કરી પેન ને ગેસ પર થી ઉતારી લેવુ.ઠંડુ પડવા દેવું એક-બે મિનીટ.

  6. 6

    એક ચોરસ ટીન માં અથવા પ્લાસ્ટીક ડબ્બા મા પનીર ની બરફી નુ મિશ્રણ નાખી ઉપર થી પિસ્તા ની કતરણ અને કેસર નાખી ફીજ મા ચાર-પાચ મિનીટ સુધી રાખી. બરોબર સેટ થઇ જાય પછી ફીજ માથી કાઢી તેના નાના ટુકડા કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Mankad
Trupti Mankad @cook_26619568
પર

Similar Recipes