છોલે

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

બધા ને ભાવતી આ વાનગી તમને પણ જરૂર થી ગમશે.
#GA4
#week6

છોલે

બધા ને ભાવતી આ વાનગી તમને પણ જરૂર થી ગમશે.
#GA4
#week6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૨ કપકાબુલી ચણા
  2. ૧ ટેબલ સ્પૂનચા ની ભૂકી
  3. તમાલ પત્ર
  4. ઈલાયચી
  5. ચપટીબેકિંગ સોડા
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ગ્રેવી
  8. ૫ ટેબલ સ્પૂનતેલ
  9. ૧ ચમચીજીરૂ
  10. ૬-૭મોટા ટામેટાં
  11. ૨ ટેબલ સ્પૂનધાણજીરુ
  12. ૨ ટેબલ સ્પૂનમરચું
  13. ૧ ટી સ્પૂનહળદર
  14. ૧ ટેબલ સ્પૂનગરમ મસાલો
  15. ૧ ટેબલ સ્પૂનલીલાં આદુ મરચાં લસણ ની પેસ્ટ
  16. ૨ ટેબલ સ્પૂનકોથમીર
  17. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કાબુલી ચણા ને આખી રાત પલાળી બીજે દિવસે કુકર મા બાફવા મૂકો. તેમાં ડૂબે તેટલું પાણી, તમાલ પત્ર, મલમલ ના કપડા મા ચની ભૂકી ને ઈલાયચી બાંધી ને પોટલી કરી નાખો.કુકર માં એક સીટી મારી ૨૦ મિનિટ ધીમા તાપે ચડવા દો.

  2. 2

    કૂકર ઠંડુ પડે એટલે ખોલી ને તેમાંથી પોટલી અને તમાલ પત્ર કાઢી લો.

  3. 3

    ટામેટાં ને માથા ના ભાગ ઉપર નાના ચાર કાપા કરી ગરમ પાણી મા ૧૦ મિનિટ ઉકાળી લો. ઠંડા કરી છાલ કાઢી મોટા પીસ કરી લો.

  4. 4

    કઢાઈ મા તેલ ગરમ મૂકો. જીરૂ નો વઘાર કરો. ટામેટાં ના પીસ નાખી ધીમા તાપે ચડવા દો.

  5. 5

    તેમાં ધાણાજીરુ,મરચું, હળદર, મીઠું,ગરમ મસાલો ઉમેરો, ઢાંકી ને ચડવા દો.

  6. 6

    ચડી જાય એટલે સરખી રીતે ક્રશ કરી ટામેટાં એક રસ કરો.

  7. 7

    તેલ છૂટું પડે એટલે બાફેલા ચણા ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર હલાવી ચડવા દો. એક રસ કરો.

  8. 8

    ગેસ બંધ કરી લીંબુ નો રસ ઉમેરો.કોથમીર નાખી ગરમ ગરમ પૂરી/ પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

ટિપ્પણીઓ

Pranami Davda
Pranami Davda @cook_26426386
Awesome and tasty auntie😋
Do follow me even and check out my recipes too☺

Similar Recipes