પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋
#MW2
#શાક અને કરીઝ ચેલેનજ
#પંજાબી છોલે મસાલા 😋😋

પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)

ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋
#MW2
#શાક અને કરીઝ ચેલેનજ
#પંજાબી છોલે મસાલા 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4વ્યકિત
  1. 150 ગ્રામકાબુલી ચણા
  2. 1 ચમચીચા
  3. 1 ચમચીહળદર
  4. 1/2 ચમચીઆમચુર પાઉડર
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 2 ચમચીછોલે મસાલા
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. 2 ચમચા તેલ (ફ્ર્રાય કરવા માટે)
  9. 2 ગ્લાસપાણી
  10. 20 ગ્રામકોથમીર
  11. 2 નંગતમાલ પત્ર
  12. 2-3 નંગલવિંગ
  13. 1 નંગજાવીંત્રિ
  14. 3 નંગકાંદા
  15. 2 નંગટોમેટો
  16. 2-3 નંગલીલાં મરચાં
  17. 1/2ટૂકડો આદુ
  18. 6-7કળી લસણ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 150ગ્રામ કાબુલી ચણા ને 2 થી 3 વાર પાણી માં ધોઈ ને લો.એક ઊંડા વાસણમાં ચણાને પાણી માં પલાળી રાખો 6થી 7 ક્લાક માટે..જેથી ચણા નરમ થાય.

  2. 2

    હવે તેને કુકરમાં બાફવા માટે મુકો.તેની અંદર 1ચમચી ચાની કપડાંમાં પોટલી બાંધી ચણા સાથે બાફવા મુકો.6થી 7 સિટી દેવી..ત્યારે ચણા બરોબર બફાય છે..(ચાની પોટલી બાંધીએ તો છોલે નો સ્વાદ અને રંગ સરસ રીતે આવે છે.)

  3. 3

    એક પેનમાં 2 ચમચા તેલ ગરમ કરી તેમાં તમાલ પત્ર,લવિંગ,જાવીત્રિનો વગાર કરવો.

  4. 4

    ત્યાર બાદ તેમાં કાંદા,ટોમેટો,લીલાં મરચાં લસણ,અદ્ર્ક નાં ટુકડા કરી મિક્સરમાં પીસીને પેસ્ટ રેડી કરવી.

  5. 5

    રેડી કરેલ પેસ્ટને વગારમાં એડ કરી 2થી 3 મીનીટ સોનેરી રંગ થઇ જાય ત્યારે તેમા લાલ મરચું પાઉડર,હળદર,સ્વાદ અનુસાર મીઠું અને 2 ગ્લાસ પાણી નાખી ગ્રેવી ને 5થી 7મીનીટ ઉકળવા દો.

  6. 6

    ગ્રેવી થીક થાય ત્યારે બાફેલા ચણા એડ કરવા..ઉપરથી 2ચમચી છોલે મસાલા અને આમચૂર પાઉડર એડ કરી લેવું.બીજી 5મીનીટ માટે રેડી કરેલ પેનને ઉપર થી કવર કરી ધીમી આંચ પર સૅટ થાય એટલે આપણા છોલે મસાલા રેડી થઇ ગયા છે.

  7. 7

    રેડી કરેલ પંજાબી છોલે મસાલાંને કાંદા અને કોથમીરથી ગર્નિશિંગ કરી. નાન,કુલ્ચા,રોટલી,પરાઠા સાથે સર્વ કરો. 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

Similar Recipes