દાબેલી (Dabeli Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

# Most active user

શેર કરો

ઘટકો

30 મિનીટ
3 વ્યક્તિ માટે
  1. 3 નંગ મોટા બટેટા
  2. 4 ટેબલ સ્પૂનલસણની ચટણી
  3. 3 ટેબલ સ્પૂનમીઠી ચટણી
  4. 3 ટેબલ સ્પૂનદાબેલી નો મસાલો
  5. 5 ટેબલ સ્પૂનદાડમ
  6. 2 ટેબલ સ્પૂનમસાલા શીંગ
  7. 2નાના કાંદા ઝીણા સમારેલા
  8. 3 ટી સ્પૂનતેલ
  9. 5 ટેબલ સ્પૂનઝીણી સેવ
  10. સ્વાદ અનુસારમીઠુ
  11. જરૂર મુજબ બટર - દાબેલી શેકવા માટે
  12. જરૂર મુજબ સર્વિંગ માટે : ગ્રીન ચટણી, ટોમેટો સોસ
  13. 4 ટેબલ સ્પૂનકોથમીર
  14. 6 નંગ દાબેલી નાં બન

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    બટેટા ને બાફી લેવા. તે પછી કઢાઈ મા તેલ મુકી લસણની ચટણી સાંતળી લેવી. પછી મીઠી ચટણી અને દાબેલી નો મસાલો ઉમેરી તેને પણ સાંતળી લેવુ.

  2. 2

    બધુ બરાબર સાંતળી લીધાં પછી બાફેલા બટેટા ઉમેરી મિક્સ કરી લેવા.

  3. 3

    ત્યાર પછી દાડમ,શીંગ અને કાંદા ઉમેરી હલાવી મીઠુ ઉમેરવું.

  4. 4

    ગેસ બંધ કરી કોથમીર ઉમેરી તેને ડીશ મા કાઢી લેવુ.

  5. 5

    લોઢી પર બટર મુકી લસણની ચટણી ઉમેરી બ્રેડ ને શેકી લેવો.

  6. 6

    બ્રેડ શેકાઈ જાય એટ્લે તેનાં પર લસણની ચટણી લગાવી બટેટા વાળો માવો મુકી દાડમ,શીંગ,સેવ અને કાંદા મુકી બ્રેડ ને બંધ કરી લેવો.

  7. 7

    સર્વ કરતી વખતે જોડે કોથમીર ની ચટણી / ટોમેટો સોસ મુકવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes