ચોકલેટ(Chocolate recipe in Gujarati)

Dipika Ketan Mistri
Dipika Ketan Mistri @dipika1226

#GA4
#week10
હમણાં વાર તહેવારો હોય કે પાર્ટી બધાના ત્યાં ચોકલેટ ની પરંપરા બહુ ચલણમાં આવી છે આવામાં બહારથી ચોકલેટ લાવી આપણને મોંઘી પડી જાય એટલા માટે જો ઘરે આપણે ચોકલેટ બનાવીએ તો એ બહુ જ સરળતાથી અને જલ્દી બની જાય છે તો ચાલો આપણે ચોકલેટ બનાવવાની રીત જોઈએ

ચોકલેટ(Chocolate recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week10
હમણાં વાર તહેવારો હોય કે પાર્ટી બધાના ત્યાં ચોકલેટ ની પરંપરા બહુ ચલણમાં આવી છે આવામાં બહારથી ચોકલેટ લાવી આપણને મોંઘી પડી જાય એટલા માટે જો ઘરે આપણે ચોકલેટ બનાવીએ તો એ બહુ જ સરળતાથી અને જલ્દી બની જાય છે તો ચાલો આપણે ચોકલેટ બનાવવાની રીત જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ
  2. ૧૦૦ ગ્રામ મિલ્ક કમ્પાઉન્ડ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિલ્ક કમ્પાઉન્ડ અને ડાર્ક કમ્પાઉન્ડ ને રૂમ ટેમ્પરેચર પર લો

  2. 2

    પછી આ બંને કમ્પાઉન્ડના નાના-નાના ટુકડા કરી એક માઇક્રોવેવ સેફ બાઉલ માં લો જો તમારી પાસે માઇક્રોવેવ ના હોય તો તમે એને ડબલ બોઈલર પદ્ધતિથી પણ કરી શકો છો

  3. 3

    હવે આ બાઉલને માઈક્રોવેવમાં 30 સેકન્ડ માટે મૂકો 30 સેકન્ડ પછી એને બહાર કાઢી થોડીક વાર મિક્સ કરો પછી પાછું એને ફરી 30 સેકન્ડ માટે મૂકો

  4. 4

    એક મિનિટ પછી બાઉલ ને બહાર કાઢી બધી ચોકલેટ બરાબર ઓગળી જાય ત્યાં સુધી એને મિક્સ કરો જો ચોકલેટ ના ઓગળી હોય તો ફરી 30 સેકન્ડ માટે મૂકી શકો છો

  5. 5

    હવે ચોકલેટનું સિલિકોન મોલ્ડ લઈ તેમાં ઓગળી ગયેલી ચોકલેટનું મિશ્રણ રેડો હવે તેને બરાબર થપથપવી લો. હવે એક સ્ક્રેપર ની મદદથી વધારાની ચોકલેટ કાઢી લો અને ચોકલેટ નું લેવલ સરખું કરી લો અને મોલ્ડ ને દસ મિનિટ માટે ફ્રિજમાં સેટ થવા મૂકો

  6. 6

    દસ મિનિટ પછી મોલ્દ ને બહાર કાઢી ધીમે રહીને ચોકલેટને બહાર કાઢો હવે એને મનપસંદ રેપરમાં રેપ કરી તમે ગિફ્ટ પેક કરી શકો છો અથવા તો મહેમાનોને એમ જ સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Ketan Mistri
પર

Similar Recipes