આમલા જીન્જર ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ (Amla Ginger Energy Juice recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#MW1
#amla
શિયાળાની સિઝનમાં ખૂબ સારા મળતા આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળા એક બહેતરીન ઔષધિ પણ છે. શિયાળામાં આમળા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
આમળામાં વિટામીન સી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આમળાનો રસ પીવાથી કોલેસ્ટેરોલમાં, હાર્ટ પ્રોબ્લેમમાં, શરીરની પાચનક્રિયામાં ઘણી બધી રીતે ફાયદો થાય છે. આમળાના રસમાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. જેને લીધે બોડીના ટોક્સિક પણ દૂર થાય છે.
આવા ગુણકારી આમળામા આદુ ઉમેરી તેને વધુ હેલ્ધી બનાવતો જ્યુસ પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ જ્યુશ ને વધુ ટેસ્ટી બનાવવા મે તેમાં ફૂદીનો પણ ઉમેર્યો છે.

આમલા જીન્જર ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ (Amla Ginger Energy Juice recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#MW1
#amla
શિયાળાની સિઝનમાં ખૂબ સારા મળતા આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળા એક બહેતરીન ઔષધિ પણ છે. શિયાળામાં આમળા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
આમળામાં વિટામીન સી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આમળાનો રસ પીવાથી કોલેસ્ટેરોલમાં, હાર્ટ પ્રોબ્લેમમાં, શરીરની પાચનક્રિયામાં ઘણી બધી રીતે ફાયદો થાય છે. આમળાના રસમાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. જેને લીધે બોડીના ટોક્સિક પણ દૂર થાય છે.
આવા ગુણકારી આમળામા આદુ ઉમેરી તેને વધુ હેલ્ધી બનાવતો જ્યુસ પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ જ્યુશ ને વધુ ટેસ્ટી બનાવવા મે તેમાં ફૂદીનો પણ ઉમેર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 10 નંગદેશી આમળા
  2. 1 કપખાંડ
  3. 1 tbspસંચળ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ટુકડોઆદુનો
  6. 1/2 tbspલીંબુનો રસ
  7. ફુદીનાના પાન
  8. લીંબુ ની સ્લાઈસ
  9. બરફના ક્યુબ
  10. ડ્રિંકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    આમળાને ચોખ્ખા પાણી થી ધોઈ તેના પર છરી વડે કાપા કરી કૂકરમાં બાફી લેવાના છે. ઠરી જાય એટલે તેના ઠળિયા કાઢી ટુકડા લઈ લેવાના છે.

  2. 2

    4-5 આમળાને ઝીણા સમારી લેવાના છે. એક પેનમાં 3 કપ પાણી લઈ તેમાં ઝીણા સમારેલા આમળા, એક ચપટી મીઠું અને ખાંડ ઉમેરવાના છે. ખાંડ બરાબર રીતે ઓગળી જાય ત્યાં સુધી તેને ઉકાડવાનું છે. ત્યારબાદ ગેસ ઓફ કરી તેમાં સંચળ ઉમેરી તેને ઠંડુ થઈ જવા દેવાનું છે.

  3. 3

    મિક્સરની જારમાં બાફેલા આમળાના ટુકડા, આદુનો નાનો ટુકડો, 1/2ચમચી લીંબુનો રસ અને ફુદીનાના પાન ઉમેરી ક્રસ કરી લેવાનું છે.

  4. 4

    એક પાતળા ગરણામાં આ ક્ર્સ કરેલું મિક્ચર લઈ તેને ગાળી લેવાનું છે. ગાળેલા આમળાનો પલ્પી રસ સાઈડ પર રાખવાનો છે.

  5. 5

    એક કાચના ગ્લાસમાં 2 ટેબલ ચમચી પલ્પી આમળાનો રસ તેના પર આઈસના ક્યુબ અને પછી આંબળાના ટુકડા વાળો રસ ઉમેરવાનો છે.

  6. 6

    તેના પર સોડા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી આમલા આદુ એનર્જી જ્યુશ સર્વ કરી શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes