આમળા નો જૂયસ (Amla Juice Recipe in Gujarati)

Archana99 Punjani
Archana99 Punjani @cook_25957495

શિયાળો શરૂ થઇ ગયો છે, વહેલી સવારે વાતાવરણમાં થોડીક ઠંડક જોવા મળી રહી છે.
શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.
આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે. #GA4#week11#Amla#આમળા નો રસ

આમળા નો જૂયસ (Amla Juice Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

શિયાળો શરૂ થઇ ગયો છે, વહેલી સવારે વાતાવરણમાં થોડીક ઠંડક જોવા મળી રહી છે.
શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.
આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે. #GA4#week11#Amla#આમળા નો રસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 7મિનિટ
બે વ્યક્તિ
  1. 125 ગ્રામઆમળા
  2. 1 ટીસ્પૂનચાટ મસાલો
  3. 1 ટીસ્પૂનલીંબુનો રસ
  4. 1/2ટીસ્પૂન મરી પાઉડર
  5. ૧ ટુકડોઆદું
  6. જરૂર મુજબ પાણી
  7. સ્વાદ મુજબ મીઠું અથવા સંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

5 થી 7મિનિટ
  1. 1

    સૌપ્રથમ આંબળાને સારી રીતે ધોઈ લો.

  2. 2

    ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી તેને મિક્સર જારમાં નાખો અને સાથે એક આદુનો ટુકડો પણ નાખો. જરૂર મુજબ પાણી નાખો અને તેને પીસી લો.

  3. 3

    હવે તેને એક ગરણી ની મદદ થી ગાળી ને દબાવી દબાવીને બધો રસ કાઢી લો.

  4. 4

    હવે તેમાં જરૂર મુજબ પાણી,સ્વાદ મુજબ મીઠુંઅથવા સંચળ પાઉડર, લીંબુનો રસ,ચાટ મસાલા પાઉડર, મરી પાઉડર ઉમેરો અને બધું જ બરાબર ચમચીથી હલાવીને મિક્સ કરો.

  5. 5

    હવે તેને એક ગ્લાસમાં લઈ અને તેને સર્વ કરો.

  6. 6

    નોંધ:- આમળાનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. હાર્ટ પ્રોબ્લેમ્સથી બચાવવામાં મદદરૂપ થાય છે. 
    - આમળાના રસમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે જે ઘુંટણાના દુખાવા સહિત તમામ પ્રકારના સાંધાના દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે. 
    - આમળાના રસમાં ડાયયૂરેટિક ગુણ હોય છે જે યૂરિન સંબંધિત તમામ પ્રોબ્લેમ્સમાંથી બચાવવામાં મદદરૂપ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana99 Punjani
Archana99 Punjani @cook_25957495
પર

Similar Recipes