આમળા હળદરનો જ્યુસ (Gooseberry Green Turmeric Juice Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#MBR6
#Week6
#cookpadindia
#cookpad_guj
આમળા આપણને શિયાળાની ઋતુમાં મળે છે. આમળા માંથી ભરપૂર માત્રામાં આપણને વિટામિન સી મળે છે. આમળા નો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે. જેમકે આમળાનો પાઉડર , મુખવાસ બનાવવામાં આવે છે. આપણને ઘણા બધા મિનરલ્સ પણ મળે છે. આમળા ખૂબ જ હેલ્થી હોય છે તેનું જ્યુસ પીવાથી તંદુરસ્તી સારી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 100 ગ્રામઆમળા
  2. 2 ટુકડાલીલી હળદર
  3. 5-6ફુદીનાના પાન
  4. 1 ઇંચઆદુનો ટુકડો
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચીસંચળ
  7. 1/2 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આમળા, આદુ અને હળદર ને ધોઈને કટ કરી લો. ફુદીનાના પાન ધોઈ લેવા. હવે આ પીસીસ અને ફુદીના ના પાન મિક્સર બાઉલમાં નાખી 1/2 કપ પાણી નાખી ક્રશ કરી લો.

  2. 2

    ફાઇન પેસ્ટ થાય એટલે મોટી ગરણીથી ગાળી લેવું. ફરીથી આ પેસ્ટને મિક્સર બાઉલમાં લઈ લો અને ફરીથી 1/2 કપ પાણી નાખી ક્રશ કરી લો. ગરણીની મદદથી ગાળી લેવું. એક બોલ માં કાઢી લો. પછી તેમાં મીઠું, સંચળ પાઉડર અને લીંબુનો રસ એડ કરી બરાબર હલાવી લો.

  3. 3

    રેડી છે આમળા હળદર નો જ્યુસ. ફ્રિજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. દરરોજ આ હેલ્ધી જ્યુસ પી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes