આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

વિન્ટર કિચન ચેલેન્જ - Week 3
#WK3
#MS

આમળા ગરમીની ઋતુમાં ઠંડક આપે છે. હૃદય અને મગજને તાકત આપે છે. તે ખૂબ જ ગુણકારી છે.તેથી વર્ષભર ઉપયોગ કરવો જોઈએ
નોંધ - આમળાનો મુરબ્બો ત્યારે જ સારો લાગે છે, જ્યારે આમળા સારા પાકેલાં હોય. ખાસ કરીને ફાગણ અને ચૈત્રના આમળાનો મુરબ્બો સારો બને છે, કારણ કે તે સમય સુધી આમળા પાકી જાય છે. મુરબ્બા માટે જે આમળા લેવામાં આવે તે વાંસની મદદથી તોડેલા હોવા જોઈએ. જો જમીન પર પડેલા આમળાને વીણીને તેનો મુરબ્બો બનાવવામાં આવે તો તે બગડી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 કિલોઆમળા ,
  2. 20 ગ્રામચૂનો,
  3. 500 ગ્રામસાકર ,
  4. 12.5 કિલોખાંડ ,
  5. 5 ગ્રામકાળા મરી ,
  6. 2 ગ્રામકેસર ,
  7. 10 ગ્રામઈલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આમળાંને પાણીમાં બે થી ત્રણ વાર ધોઈને પાણીમાં 1 દિવસ પલાળી મુકો. ત્યાર પછી તેમને પાણીમાંથી કાઢી સોય વડે કાણાં પાડી દો. હવે ચૂનાને પાણીમાં ઓગાળી તેમાં આમળાંને ત્રણ દિવસ સુધી પલાળી મુકો. ચોથા દિવસે ચોખ્ખા પાણીથી બે વાર ધોઈને પાણીની વરાળમાં બાફી લો. પછી કપડાં પર ફેલાવીને સુકાવી લો.

  2. 2

    ચાસણી બનાવીને તેમાં આમળાને તેમાં નાખીને બફાવા દો. જ્યારે આમળા સારી રીતે બફાઈ જાય ત્યારે તેમાં કાળા મરી, કેસર, અને ઈલાયચી વાટીને નાખી દો. પછી ઠંડુ કરી એક કાચની બરણીમાં ભરીને વર્ષ ભર માટે રાખી મુકો.આખા પણ રાખી શકાય,મેં બી કાઢી લઇ પલ્પ બનાવી લીધો છે,,વસ્તુનું પ્રમાણ વધતું ઓછું કરી શકો,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes