દાલમાશ (Dalmash Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#AM1
#cookpadIndia
#cookpadGujarati
દાલમાશ એ એક પ્રકારની દાળ છે . જે પાકિસ્તાની વાનગી છે. અડદની દાળને પાણીમાં ઉકાળી ઓસાવામાં આવે છે. આ દાળ સ્વાદમાં તીખી તથા કોલસાનો દમ આપવામાં આવે છે. તીખા લીલામરચાં નાખવામાં આવે છે.જેને રોટી જોડે પીરસવામાં આવે છે

દાલમાશ (Dalmash Recipe In Gujarati)

#AM1
#cookpadIndia
#cookpadGujarati
દાલમાશ એ એક પ્રકારની દાળ છે . જે પાકિસ્તાની વાનગી છે. અડદની દાળને પાણીમાં ઉકાળી ઓસાવામાં આવે છે. આ દાળ સ્વાદમાં તીખી તથા કોલસાનો દમ આપવામાં આવે છે. તીખા લીલામરચાં નાખવામાં આવે છે.જેને રોટી જોડે પીરસવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧૬૦ ગ્રામ અડદની દાળ(૧ કપ જેવી)
  2. ઉભી સમારેલી ડુંગળી (મધ્યમ કદ)
  3. મોટું સમારેલું ટામેટું
  4. ૨-૩ ટેબલ સ્પુન આદુ મરચાં લસણની પેસ્ટ
  5. તમાલ પત્ર
  6. ૧ ચમચીજીરૂ
  7. ૧ ચમચીઆખા ધાણાનો પાઉડર(શેકીને બનાવવો)
  8. ૧/૨ટી સ્પુન ગરમ મસાલો
  9. ૩-૪ ટેબલ સ્પુન તેલ(ચડિયાતું લેવું)
  10. ૩-૪ ઉભા સમારેલા લીલા મરચાં
  11. ટી સ્પુન કાશ્મીરી મરચું
  12. ૧+ ૧/૨ નાની ચમચી હળદર
  13. મીઠું
  14. ૧/૨લીંબુનો રસ
  15. આખા મરચાં
  16. ઉભા સમારેલા લીલા મરચાં
  17. રોટી
  18. ૨ કપઘઉં નો લોટ
  19. ૧/૨ટી સ્પુન સોડા
  20. ૧/૨ટી સ્પુન બેકિંગ પાઉડર
  21. ૨ મોટા ચમચાદહીં
  22. ટેબલ સ્પુન તેલ
  23. મીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    અડદની દાળને કલાક ધોઈ ૩૦ મિનિટ પલાળવી. હવે ગરમ પાણી મુકી તેમાં ૧/૨ ચમચી હળદર અને મીઠું નાખી ઉકાળો.ઉકાળતાં જે ફીણ વળે તે ઝારાથી કાઢી લો.૮૦% ચડી જાય એટલે કાણાંવાળા વાડકામાં નાખી પાણી નીતારી લો

  2. 2

    ૩-૪ ટેબલ સ્પુન તેલ ગરમ કરવા મુકો. આખા મરચાં,આખા જીરૂ અને તમાલપત્રનો વઘાર કરો.ડુંગળી નાખો. બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે આદુ,મરચાં, લસણની પેસ્ટ નાખો. એ સંતળાય પછી ટામેટા અને બાકીના મસાલા નાખો.મીઠું નાખો.

  4. 4

    નીતારેલી દાળ નાખો. ૫-૭ મિનિટ થવા દો.હવે કોલસો સળગાવી કોલસાનો દમ આપો.

  5. 5

    ફરી એક ટેબલ સ્પુન તેલ ગરમ કરો. તેમાં ઉભા કાપેલા મરચાં સાંતળો. કાશ્મીરી મરચું નાખી ગેસ બંધ કરો.આ વઘાર દાળમાં ઉપરથી રેડો. દાળ તૈયાર છે. તેને રોટી જોડે પીરસો.

  6. 6

    રોટી માટે ઉપરની બધી જ સામગ્રી મીક્ષ કરો. ને પરોઠા જેવો લોટ બાંધો. ૩૦ મિનિટ ઢાંકી મુકી રાખો. હવે રોટલીની જેમ વણી શેકી લો. ઉપર ઘી લગાવો. રોટલી થોડી જાડી વણવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes