વડાપાઉં (vadapav recipe in gujarati)

Monika Dholakia
Monika Dholakia @cook_22572543

#આલુ
બટેટા વગર ઘણી વાનગી અધુરી છે . નાના મોટા બધાને બટેટા ભાવતા હોય છે. બટેટાનો ઉપયોગ કરીને આજે મેં સ્ટ્રીટ ફૂડ વડાપાઉં તૈયાર કર્યા છે.

વડાપાઉં (vadapav recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#આલુ
બટેટા વગર ઘણી વાનગી અધુરી છે . નાના મોટા બધાને બટેટા ભાવતા હોય છે. બટેટાનો ઉપયોગ કરીને આજે મેં સ્ટ્રીટ ફૂડ વડાપાઉં તૈયાર કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 6 નંગજમ્બો પાઉં
  2. 2 કપચણાનો લોટ
  3. 1/4 ચમચી હળદળ
  4. 1/4 ચમચી હિંગ
  5. સ્વાદમુજબ મીઠુ
  6. જરૂર મુજબ પાણી
  7. (બટેટા વડા માટે)
  8. 6 નંગબટેટા
  9. 1/4 ચમચી હિંગ
  10. 1 ચમચીમરચું પાઉડર
  11. સ્વાદ મુજબ મીઠું
  12. કોથમીર મરચા જરૂર મુજબ
  13. 1 નંગલીંબુ
  14. ૧ ચમચીખાંડ
  15. ૧ ચમચીગરમ મસાલો પાઉડર
  16. શેકવા માટે 2 ચમચી બટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈને તેમાં મીઠું, હરદળ, હિંગ ઉમેરીને થોડું પાણી એડ કરી બેટર તૈયાર કરો.

  2. 2

    બટેટાને કૂકરમાં બાફી લો. બફાઈ ગયા પછી તેને હાથેથી મેશ કરી લો. હવે તેમાં બધા જ મસાલા એડ કરી લીંબુ ખાંડ ઉમેરીને કોથમીર મરચા એડ કરી બરાબર મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ તેમાંથી ગોળ આકાર નો શેપ આપી વડા તૈયાર કરો.

  4. 4

    ચણાના લોટનું તૈયાર કરેલા મિશ્રણમાં વડા ઉમેરીને લોટમાં રગદોળી ગરમ ગરમ તેલમાં તળી લો.

  5. 5

    ત્યારબાદ પાઉં ને વચ્ચેથી કટ કરી એક્ સાઇડ લસણની અને બીજી સાઈડ લીલી ચટણી લગાડીને વચ્ચે વડુ મુકી તવી પર બંને સાઇડ થોડું બટર લગાવી શેકી લો.

  6. 6

    આજ રીતે બધા વડાપાવ તૈયાર કરો. તો તૈયાર છે વડાપાઉં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monika Dholakia
Monika Dholakia @cook_22572543
પર

Similar Recipes