રસમ (Rasam recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#week12
#rasam
રસમ એ સાઉથ ઇન્ડિયાની ખુબજ પ્રસિદ્ધ વાનગી છે. રસમ એ સાઉથ ઇન્ડિયા માં વધારે પ્રમાણમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. સામાન્ય રીતે રસમ ની સાથે અડદની દાળ માંથી બનતા વડા ખાવામાં આવે છે. રસમ વડા તરીકે આ વાનગી ઘણી પ્રખ્યાત છે.

રસમ (Rasam recipe in Gujarati)

#GA4
#week12
#rasam
રસમ એ સાઉથ ઇન્ડિયાની ખુબજ પ્રસિદ્ધ વાનગી છે. રસમ એ સાઉથ ઇન્ડિયા માં વધારે પ્રમાણમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. સામાન્ય રીતે રસમ ની સાથે અડદની દાળ માંથી બનતા વડા ખાવામાં આવે છે. રસમ વડા તરીકે આ વાનગી ઘણી પ્રખ્યાત છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 1/4 કપબાફીને ક્રશ કરેલી તુવેરની દાળ
  2. 4 નંગટામેટાં (ઝીણા સમારેલા)
  3. 1 tbspતેલ
  4. 1 tbspઅડદની દાળ
  5. લીમડાના પાન
  6. 1 નંગલીલુ મરચું
  7. 1 tbspઆમલીની પેસ્ટ
  8. 1 tbspલાલ મરચું પાઉડર
  9. 1 tbspધાણાજીરૂ
  10. 1/4 tbspહળદર પાઉડર
  11. 1 tbspરસમ મસાલો
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં અડદની દાળ સોતળવાની છે. આછી ગોલ્ડન કલર ની થાય એટલે તેમાં લીલું મરચું અને લીમડાના પાન ઉમેરવાના છે.

  2. 2

    હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરવાના છે. બરાબર રીતે મિક્સ કરી આ ટામેટાં એકદમ ચડી જાય ત્યાં સુધી કુક થવા દેવાના છે.

  3. 3

    ટામેટાં એકદમ ચડી જાય એટલે તેમાં બધો મસાલો ઉમેરવાનો છે. અને આમલીની પેસ્ટ પણ ઉમેરવાની છે. બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  4. 4

    ત્યારબાદ તેમાં બાફીને ક્રશ કરેલી તુવેરની દાળ ઉમેરવાની છે અને બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે.

  5. 5

    હવે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને ફરી બે ત્રણ મિનિટ માટે બરાબર રીતે મિક્સ કરી કુક થવા દેવાનું છે. જેથી રસમ પીરસવા માટે તૈયાર થઈ જશે.

  6. 6

    મે રસમને આ રીતે વડા સાથે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes