સફરજન નું ખટમીઠુ શાક

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
શેર કરો

ઘટકો

  1. ૨ નંગસફરજન
  2. ૧ નંગટામેટું
  3. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  4. ૧/૨ ચમચીહળદર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ચમચીધાણજીરૂ
  7. ૧/૨ ચમચીસેકેલુ જીરું પાઉડર
  8. ૧/૨ગરમ મસાલો
  9. ૧/૨ ચમચીહિંગ
  10. વઘાર માટે તેલ ને જીરું
  11. ૧/૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટું ને ધોઈ ને સમારી લો સફરજન ને પણ ધોઈ તેની છાલ કાઢી સમારી લો

  2. 2

    મરચું મીઠું ધાણાજીરું હળદર ની પેસ્ટ બનાવી લો

  3. 3

    પછી એક વાડકા માં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો તેલ થયા પછી તેમાં જીરું ને હિંગ નાખો પછી તેમાં ટામેટા સમારેલા નાખો તેમાં બનાવેલી મસાલા ની પેસ્ટ નાખો ૨ ચમચી પાણી નાખી બરાબર મિક્ષ કરવું

  4. 4

    હવે તેમાં તેલ છૂટું પડે એટલે સફરજન ના કટકા નાખવા તેને બરાબર હલાવી મિક્સ કરી લો પછી તેમાં ૨ ચમચી પાણી નાખી ૨ મિનિટ ઢાંકી ને ચડવા દો

  5. 5

    હવે તૈયાર છે ગરમા ગરમ ખટ મીઠુ સફરજન નું શાક તેમાં કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes