કાજુ પનીર મસાલા(Kaju paneer Masala Recipe in Gujarati)

#MW2
પંજાબી શાક કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. એમાં પણ પનીર હોય એટલે ના કહેવાય? સાથે કાજુ ની ફ્લેવર આપી રોયલ શાક ઘરમાં જ બનાવીએ તો મજા પડી જાય. સાથે ગરમ ગરમ રોટલી.
કાજુ પનીર મસાલા(Kaju paneer Masala Recipe in Gujarati)
#MW2
પંજાબી શાક કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. એમાં પણ પનીર હોય એટલે ના કહેવાય? સાથે કાજુ ની ફ્લેવર આપી રોયલ શાક ઘરમાં જ બનાવીએ તો મજા પડી જાય. સાથે ગરમ ગરમ રોટલી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં પનીર અને કાજુ અલગ અલગ સોનેરી રંગના સાંતળી સાઈડ પર રાખો.
- 2
હવે તે જ ગરમ તેલ માં તમાલપત્ અને લવિંગ નાખી મિક્સ કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી જરાક મીઠું નાખી મિક્સ કરી 2 મિનિટ સાંતળો.હવે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ નાખી 2 મિનિટ સાંતળો.હવે તેમાં હળદર, શેકેલા જીરાનો પાઉડર,ધાણાજીરુ પાઉડર,લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી 2 મિનિટ સાંતળો.હવે તેમાં ટામેટાં ની પ્યૂરી નાંખી મિક્સ કરી ઢાંકીને 4-5 મિનિટ સાંતળો.
- 3
હવે તેમાંથી તેલ છૂટે એટલે તેમાં કસૂરી મેથી,મીઠુ,ખાંડ,કોથમીર નાંખી મિક્સ કરી તેમાં સાંતળેલા પનીર અને કાજુ નાખી મિક્સ કરી ઢાંકીને 5 મિનિટ કૂક કરો.હવે સબ્જી માંથી તેલ છૂટે એટલે તેમાં કોથમીર નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો.હવે તૈયાર છે કાજુ પનીર મસાલા.
Similar Recipes
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch -
શાહી કાજુ પનીર (sahi kaju paneer recipe in gujrati)
પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી.પનીર એટલે પ્રોટીન યુક્ત ફૂડ.કાજુ પણ હેલ્ધી ડ્રાયફ્રુટ ગણાય છે. તો ચાલો ઝટપટ રેસિપિ જોઈ લઈએ. (મિત્રો મેં ગ્રેવી સ્ટોર કરી ન મૂકી હતી જેની રેસિપિ મેં શેર કરેલી છે) Rekha Rathod -
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા એક ઉત્તર ભારતની અનુપમ સ્વાદિષ્ટ રેસીપી છે જેમાં કાજુ અને પનીર ને ગ્રેવી માં મિકસ કરવામાં આવે છે અને વધારે સ્મૂધ ગ્રેવી માટે એમાં ક્રીમ પણ ઉમેરવામાં આવે છે્ અને આ એક એવી સબ્જી છે જે નાના મોટા સૌ કોઇ ને ભાવે.#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૩ Charmi Shah -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
#EB#Week3 સબ્જી નો સ્વાદ તેની ગ્રેવી અને તેનાં મસાલા પર નિર્ભર કરે છે.કાજુ મસાલા બહુ જ રીચ અને ક્રિમી બેસ ગ્રેવી માં બને છે... કાજુ નો ઉપયોગ મીઠા વ્યંજન થી લઈને , શાહી ગ્રેવી માં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કાજુ સ્વાદ માં ખૂબ જ ક્રિમી અને સ્વીટ હોય છે.મુખ્ય આહાર સિવાય નાસ્તા માં સૂકા મેવા જેવા કે અખરોટ, કાજુ,બદામ, પિસ્તાં નો સમાવેશ બહુ જ ફાયદાકારક નીવડે છે.કાજુ ની ઉત્પત્તિ બ્રાઝિલ થી થઈ છે.પણ હવે દુનિયા ના ઘણા દેશોમાં તેની ખેતી થાય છે.જ્યારે કાજુ ની વાત આવે ત્યારે "ગોવા" જરૂર થી યાદ આવે.ગોવા માં પણ કાજુ ની ખેતી થાય છે.ત્યાં ગોઅન કાજુ બહુ ફેમસ છે.જે છાલ સાથે હોય છે. એ સિવાય ફ્લેવર્સ કાજુ પણ ફેમસ છે.ગોવા નું ફેમસ ડ્રિંક 'ફેની' પણ કાજુ માં થી બને છે. કાજુ માં જરૂરતમંદ પોષક તત્વો હોય છે.કાજુ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.કાજુ શરીરમાં ઇન્સ્ટંન્ટ એનર્જી આપે છે.કાજુ ને ઉર્જા નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઉંમર ના હિસાબ થી કાજુ નું સેવન કરવું જોઈએ..જે લોકો ડાયટીંગ પર છે તે લોકો કાજુ ને અવોઈડ જ કરે..કેમ કે કાજુ માં કેલરી અને ફે્ટસ ની માત્રા વધારે જોવા મળે છે. અહીં મે કાજુ પનીર મસાલા ઢાબા સ્ટાઈલ થી બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિમી છે. જે આપ સૌ ને જરૂર થી પંસદ આવશે...🤗😇 Nirali Prajapati -
પનીર કાજુ મસાલા(Paneer kaju masala recipe in Gujarati)
#MW2#પનીર કાજુ મસાલાપનીર અને કાજુ મા ભરપૂર પ્રોટીન હોય છે.પંજબી ભાણું પનીર વગર અધૂરૂ છે.મે અહીં સરળતાથી બની જતી રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda -
મસાલા કાજુ કરી (Masala Kaju Curry Recipe In Gujarati)
#EB#WEEK3મસાલા કાજુ કરી મેઇન ડીશ તરીકે સર્વ થાય છે North Indian થાલી માં.. મસાલા કાજુ કરી મારી ફેવરિટ ડીશ છે. Rachana Sagala -
-
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3ઉનાળામાં સામાન્ય રીતે જમવાનું મન જ નથી થતું હોતું. ફકત ઠંડા પાણી અને કોલ્ડી્કસ જ ભાવે યા તો સાથે કોઈ સ્વીટ હોય તો જમવાનું ભાવે. પણ આજે હું અહીં એક પનીર નુ મસાલેદાર ચટપટુ શાક બનાવી રહી છું જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે બીજી એકપણ વસ્તુ ના હોય તો પણ ચાલે.સામાન્ય રીતે હું પનીર ટીક્કામા પનીર,કેપ્સીકમ,ડુંગળી કાચા નાખી ને ગે્વી માં કૂક કરુ છુ પણ આજે મેં પનીર,કેપ્સીકમ,ડુંગળી ને મેરીનેટ કરીને ગે્વી માં એડ કયાૅ છે. જેના લીધે પનીર ફીક્કું નથી લાગતું અને આ રીતે બનાવી તો શાક એકદમ ફલ્વેરફૂલ લાગે છે. Chhatbarshweta -
-
-
કાજુ મસાલા શાક (Kaju Masala Shak Recipe In Gujarati)
#EBWeek 3પંજાબી શાક નું નામ આવે એટલે એક શાક કાજુ મસાલા શાક સર્વ કરો. Archana Parmar -
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)
પંજાબી શાક માં મોટેભાગે પનીર નો સમાવેશ થતો હોય છે. અને આ મારુ ફેવરેટ શાક પનીર-મસાલા છે.અને આ શાક હું મારા એક દીદી પાસેથી શીખી છું. જેની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું. #નોર્થ Dimple prajapati -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#PS કાજુ મસાલા એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ મુખ્ય છે. અને તેમાં પનીર નાખવું હોઈ તો પણ નાખી શકાય છે. . આ વ્હાઈટ ગ્રેવી માં અને રેડ ગ્રેવી માં બનાવી શકાય છે. તો મેં રેડ ગ્રેવી માં કાજુ મસાલા બનાવ્યા છે. Krishna Kholiya -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
પનીર નુ શાક બધાં લોકો નુ ફેવરિટ છે. પંજાબી ગ્રેવી આ રીતે બનાવવા થી રેસ્ટોરન્ટ જેવુ શાક બને છે.#ga4#week#Punjabi Bindi Shah -
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EBપંજાબી ફૂડ ના શોખીનો માટે હોટેલ જેવું સ્વાદીષ્ટ કાજુ મસાલા સબ્જી ની સરળ રેસિપી. Brinal Parmar -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WDખાસ કરીને પનીર પંજાબી સબ્જીમાં ઉપયોગમાં લેવામાં આવે છે.પનીરની સબ્જીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો અહીં પનીર ની સાથે વટાણા નું મિશ્રણ કરી મટર પનીર બનાવ્યું છે.ટેસ્ટ માં ખૂબ સ્વાદિષ્ટ લાગશે. Chhatbarshweta -
પનીર કાજુ મસાલા (Paneer Kaju Masala Recipe in Gujarati)
#GA4#week6કાજુ બટર મસાલા બધા બનાવતા જ હોય છે.પણ આજે મે તેમા પનીર એડ કરયુ છે.. જે તેના સ્વાદ મા વધારો કરશે.. Krupa -
-
કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati)
#CookpadTurns4#Week2 #dryfruitsકૂકપેડ મા જેને પણ કાજુ પનીર મસાલા કે કાજુ કરી ની રેસીપી મૂકી છે તે બધા નો આભાર મેં બધા ની રેસીપી મિક્સ કરી ને કાજુ પનીર મસાલા પહેલીવાર જ બનાવ્યું છે. Ekta Pinkesh Patel -
પનીર ટીકા મસાલા(Paneer tikka masala recipe in Gujarati)
#MW2#પનીર સબ્જી નાના મોટા દરેક વ્યક્તિને મનપસંદ ...એમાં પનીર ટીકા મસાલા નુ નામ આવે એટલે બનાવનાર ને અને જમનારા બંનેને મજા આવી જાય...એ જ રેસીપી અહીં મૂકી છે Kinnari Joshi -
શાહી કાજુ પનીર (Shahi Kaju Paneer Recipe In Gujarati)
#GA4#Week17# શાહી પનીરલાજવાબ ટેસ્ટી શાહી કાજુ પનીર Ramaben Joshi -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા બધાં ની ગમતી સબ્જી છે, તે બનાવવા માં પણ ખૂબ સહેલી છે ,પરાઠા, નાન સાથે ખાવાની ખૂબ મજા આવે છે . મારા ઘર માં બધાં ને ખૂબ ભાવે છે#GA4#Week5#Cashew Ami Master -
-
More Recipes
ટિપ્પણીઓ (5)