કાજુ ગાંઠિયાનું શાક(Kaju-ganthiya nu shak recipe in Gujarati)

Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260

કોઈપણ શાક નો હોય અને નવું શાક બનાવવું તો કાજુ ગાંઠિયા નું શાક એક વખત જરૂર ટ્રાય કરશો.

કાજુ ગાંઠિયાનું શાક(Kaju-ganthiya nu shak recipe in Gujarati)

કોઈપણ શાક નો હોય અને નવું શાક બનાવવું તો કાજુ ગાંઠિયા નું શાક એક વખત જરૂર ટ્રાય કરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  1. 100 ગ્રામ ડબલ મરી વાળા ગાંઠિયા
  2. બેથી ૩ નંગ ડુંગળી
  3. 4મોટા ટામેટાં
  4. 50 ગ્રામકાજુ
  5. 1 ચમચીમગજતરીના બી
  6. 15કળી લસણ ની ચટણી
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1/2ચમચી ગરમ મસાલો
  9. ૧ ચમચીલાલ મરચું
  10. 1/4 ચમચી હળદર
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. 1/2ચમચી આદું-મરચાંની પેસ્ટ
  13. 10-15સીંગદાણા
  14. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મગજતરી ના બી સીંગદાણા અને ચાર પાંચ કાજુ પલાળીને ક્રશ કરી લેવું.

  2. 2

    ડુંગળી ટામેટાં અલગ અલગ ક્રશ કરી લો. કાજુ તળી લેવા.

  3. 3

    વઘાર માટે તેલ મૂકી તેમાં હિંગ નાખી આદુ મરચાની પેસ્ટ ડુંગળીની પેસ્ટ ચોડવા દેવી.

  4. 4

    ડુંગળી માટે તેલ છૂટું પડે એટલે 🍅 ની પેસ્ટ ઉમેરો.

  5. 5

    ટામેટાં ચડી જાય એટલે બધા મસાલા ઉમેરી કાજુ ની પેસ્ટ નાખવી. બે થી ત્રણ મીનીટઢાકણ ઢાંકી ચડવા દેવું. તળેલા કાજુ પણ નાખી દે વા.

  6. 6

    એક વાસણમાં તેલ ગરમ કરી લસણની ચટણી નો વઘાર કરવો આ વઘાર ગ્રેવીમાં ઉમેરો.

  7. 7

    એક વાટકામાં પહેલા ગાંઠીયા અને ઉપરથી ગ્રેવી નાખી પરોઠા સાથે પીરસો. તૈયાર છે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260
પર

ટિપ્પણીઓ

Similar Recipes