કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#CB8
#Week8
#Cookpadindia
#Cookpadgujarati કાઠીયાવાડી ટેસ્ટી કાજુ ગાંઠિયા નું શાક

કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

#CB8
#Week8
#Cookpadindia
#Cookpadgujarati કાઠીયાવાડી ટેસ્ટી કાજુ ગાંઠિયા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1 કપકાજુ
  2. 1 કપગાંઠીયા
  3. 1 ચમચીઘી
  4. 2ઝીણી સમારેલી ડુંગળી
  5. 2ઝીણા સમારેલા ટામેટા
  6. 4 ચમચીતેલ
  7. 2સુકા મરચા
  8. 2તમાલ પત્ર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. 1 ચમચીજીરૂ
  12. 1 ચમચીદહીં
  13. 1 ચમચીમરચુ
  14. 1/2 ચમચીહળદર
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. 1 ચમચીલસણની પેસ્ટ
  17. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કપ કાજુ લેવા અને એક કપ ગાંઠીયા લેવા એક લોયામાં એક ચમચી ઘી લઈને કાજૂને સાંતળી લેવા ત્યારબાદ 2 ડુંગળી ને ઝીણી સમારવી બે ટમેટાને ઝીણા સમારવા આદુ મરચાની પેસ્ટ બનાવવી લસણની પેસ્ટ બનાવવી અને બીજા બધા મસાલાઓ અલગ-અલગ વાટકીમાં ભરીને તૈયાર રાખવા

  2. 2

    ત્યારબાદ એક લોયામાં ચાર ચમચી તેલ નાખી ૧ ચમચી જીરું નાખી તેને ગરમ તેલમાં તળવા બે સુકા મરચા નાખવા ત્યારબાદ સમારેલી ઝીણી ડુંગળી નાખી ચાર મિનિટ માટે સાંતળો ત્યારબાદ ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ નાંખવી 1 ચમચી લસણની પેસ્ટ નાંખવી એક ચમચી સમારેલી કોથમીર નાખી આ બધાને એક મિનિટ માટે સાંતળવા

  3. 3

    ત્યારબાદ તેમાં એક ચમચી મરચું 1/2 ચમચી હળદર નાખવી એક ચમચી ધાણાજીરું નાખો ૧ ચમચી ગરમ મસાલો નાખવો પછી તેમાં સમારેલા ટામેટાં નાખવા આ બધા ને પાંચ મિનિટ સાંતળવા પછી તેમાં એક કપ પાણી નાખવું આ બધું સંતળાઈ જાય પછી તેલ બહાર આવશે

  4. 4

    તેલ બહાર આવ્યા બાદ 1 ચમચી મીઠું નાખવું એક મિનિટ સાંતળવું આમ આપણી સ્વાદિષ્ટ અને ટેસ્ટી ગ્રેવી તૈયાર થશે ત્યારબાદ તેમાં ૧ કપ તળેલા કાજુ નાખવા આમ આપણું ઢાબા સ્ટાઈલ કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નું શાક તૈયાર થશે ત્યારબાદ આ શાક ને એક ડીશમાં ગોઠવવું

  5. 5

    એક મોટી ડિશમાં કાજુ ગાંઠિયા ના શાક ની નાની ડીશ મૂકી ઉપર કોથમીર થી ડેકોરેટ કરી તેમજ ચારેબાજુ કોથમીરથી ડેકોરેટ કરી સર્વ કરવું આમ આ ટેસ્ટી સ્વાદિષ્ટ મસાલેદાર કાજુ ગાંઠિયા નું શાક તૈયાર થશે જે પરોઠા સાથે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes