ચોકલેટ ચિપ્સ કપકેક (Chocolate chips Cup Cake recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#week13
#chocolatechips
ચોકલેટ ફ્લેવર વાળી કેક સામાન્ય રીતે બાળકોને અને મોટાને બધાને ખૂબ જ પસંદ હોય છે. ચોકલેટ ફ્લેવરની સાથે ચોકલેટ ચિપ્સ પણ ઉમેરીને મેં આજે ઇનસ્ટન્ટ ચોકલેટ ચિપ્સ કપકેક બનાવી છે.
જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ગમે ત્યારે ખુબ જ ઓછા ઈગ્રીડીયન્સ માંથી બનાવી શકાય છે. નાના બાળકોને તો ખૂબ જ પસંદ પડે તેવી આ કપકેક બની છે તો બધા જરૂરથી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વીંગ માટે
  1. 300 ગ્રામહાઇડ એન્ડ સીક બિસ્કીટ
  2. 1 tbspઈનો
  3. 1/2 કપહુફાળુ દૂધ
  4. મિલ્ક ચોકોચિપ્સ
  5. વ્હાઈટ ચોકોચિપ્સ
  6. આઇસીંગ ક્રિમ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલમાં હાઇડ એન્ડ સીક બિસ્કીટ લેવાના છે. મિક્સર ની જારમાં તેનો બારીક ભૂકો કરવાનો છે. અને એક બાઉલમાં આ ભૂકો કાઢી લેવાનું છે.

  2. 2

    એક કડાઈમાં પાણી ઉકાળવા મૂકી તેના પર ચારણી મૂકી દેવાની છે.

  3. 3

    તૈયાર કરેલા બિસ્કિટના ભૂકામાં થોડી વ્હાઈટ ચોકલેટ ચિપ્સ ઉમેરી થોડું થોડું દૂધ ઉમેરવાનું છે અને તેની સાથે ઇનો પણ ઉમેરી ફટાફટ મિક્સ કરી દેવાનું છે. બેટર ની થીકનેસ મીડીયમ રાખવાની છે.

  4. 4

    હવે આ બેટર ને ચમચા વડે કપમાં ભરીને તૈયાર કરેલી ચારણી પર સ્ટીમ કરવા માટે 10 થી 15 મિનિટ માટે મૂકી દેવાનું છે. કડાઈ પર એક સરખું ઢાંકણ ઢાંકી રાખવાનું છે.

  5. 5

    ત્યારબાદ કડાઈ પરનું ઢાંકણ હટાવી કપમા એક સ્ટીક નાખી ચેક કરી લેવાનું છે જો સ્ટીક પર કઈ ચોટેલું ના આવે અને એકદમ પ્લેન નીકળે તો આપણી કપકેક એકદમ તૈયાર છે. ગેસ ઓફ કરી તેને બહાર કાઢી લેવાની છે.

  6. 6

    કપકેક ઠરી જાય એટલે કોન મા વિપીંગ ક્રિમ ભરી આઈસીંગ કરી ચોકલેટ ચિપ્સ વડે ડેકોરેટ કરી સર્વ કરી સકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes