અડદિયા (Adadiya Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઅડદનો લોટ
  2. 500 ગ્રામખાંડ
  3. 500 ગ્રામઘી
  4. 50 ગ્રામગુંદ
  5. 50 ગ્રામમાવો
  6. 1 કપદૂધ, 2 ચમચી ઘી
  7. 1 વાટકીકાજુ બદામ ના કટકા
  8. 2 ચમચીઅડદિયા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ઉપર મુજબ બધી સામગ્રી તૈયાર કરો. ગુંદ ને તળી લો તેમજ કાજુ બદામ ના કટકા કરી લો અને માવો ખમણી લો.

  2. 2

    હવે એક લોયામાં બે ચમચી ઘી અને દૂધ નાખી તેને ગરમ કરી લો. પછી તેને અડદિયાના લોટમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો અને પછી તે લોટ કરકરો બની તેવી ચારણીથી ચાળી લો.

  3. 3

    હવે એક મોટા લોયા ઘી લો. ઘી ગરમ થાય પછી તેમાં અડદિયાનો કરકરો લોટ ઉમેરી દો.

  4. 4

    હવે લોટને બરાબર મિક્સ કરી લો. લોટ બરાબર મિક્સ થઈ જાય પછી લોટ બ્રાઉન થાય ત્યાં સુધી મીડીયમ ફ્લેટ પર સતત હલાવતા રહો.

  5. 5

    હવે લોટ બ્રાઉન થઈ જાય પછી ગેસ બંધ કરી પછી બે-ત્રણ મિનિટ સુધી સતત હલાવતા રહો ને પછી તેમાં ખમણેલો માવો ઉમેરી બરાબર મિક્ષ કરી લો. અને પછી આ મિશ્રણને એક પહોળા વાસણમાં કાઢી લો.

  6. 6

    હવે એક પેનમાં ખાંડ લો અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી સતત હલાવતા રહો અને તેની ચાસણી એક તારની થવા દો.

  7. 7

    હવે આ ચાસણીને અડદિયાના શેકેલા લોટમાં ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો ત્યાર પછી તેમાં તળેલો ગુંદ, અડદિયા નો મસાલો અને કાજુ બદામ ઉમેરો.

  8. 8

    ત્યાર પછી આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો.

  9. 9

    હવે આ મિશ્રણ જામવા લાગે પછી તેના અડદિયા બનાવી લો.(જો ચાસણી જામી જાય તો તેમાં થોડું દૂધ નો છંટકાવ કરશો તો તેમાંથી ઘી છૂટું પડશે અને અડદિયા ફટાફટ બનશે.)

  10. 10

    તો તૈયાર છે અડદિયા

  11. 11
  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes