અડદિયા (Adadiya Recipe In Gujarati)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
Rajkot

આ રીતે બનાવવાં થી અને એક સિક્રેટ સામગ્રી ઉમેરવાથી આ અડદિયા એકદમ પોચા જ રહે છે 👌👌👌

અડદિયા (Adadiya Recipe In Gujarati)

આ રીતે બનાવવાં થી અને એક સિક્રેટ સામગ્રી ઉમેરવાથી આ અડદિયા એકદમ પોચા જ રહે છે 👌👌👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૫૦૦ ગ્રામ
  1. ૫૦૦ ગ્રામ અડદનો કરકરો લોટ
  2. ૧૫૦ ગ્રામ ઘી અને 1/2 કપ દૂધ
  3. ૩૫૦ ગ્રામ ખાંડ અથવા સાકર
  4. ૧૦૦ ગ્રામ ગુંદ તળેલો
  5. ૧૫૦ ગ્રામ કાજુ- બદામ જીણા સમારેલા
  6. ૪૦૦ ગ્રામ ઘી
  7. 1/2 કપ દૂધ
  8. ૨ ચમચીસૂંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા એક વાસણમાં લોટ લો, ત્યારબાદ તેમાં ૧૫૦ ગ્રામ ઘી ને 1/2 કપ દૂધ ગરમ કરી લોટ માં ઉમેરી દો. મિક્સ કરી થોડી વાર ઢાંકી દો. પછી ઘી ગરમ કરી તેમાં લોટ ઉમેરી ધીમા તાપે શેકી લો.

  2. 2

    બીજા વાસણમાં ખાંડ કે સાકર લઈ તેમાં ડૂબે તેટલું પાણી ઉમેરી દોઢ તાર ની ચાસણી બનાવો. 👉લોટ માં ઉમેરવા વખતે ચાસણી ગરમ.. ન હોવી જોઈએ 👈 લોટ ગુલાબી શેકાઈ જાય પછી તેમાં કાજુ, બદામ ઉમેરવા ત્યાર બાદ 1/2 નાનો કપ હુંફાળું દૂધ ઉમેરો ચાસણી ઉમેરી મિક્સ કરો પછી તેમાં ગુંદ ને સૂંઠ પાઉડર મિક્સ કરી અડદિયા વાળી લો

  3. 3

    તૈયાર છે સરસ પોચા અડદિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
પર
Rajkot
રસોઈ બનાવવી મને ખુબ પ્રિય છે. નવી નવી વાનગી બનાવી ને ઘર પરિવાર ના સભ્યો ને પીરસવી ગમે. ગૃહિણી ને અન્નપૂર્ણા એમ જ નથી કહેતા. ધૂળ માંથી ધાન નિપજાવે તે નારી 🙏😊ખરુ ને
વધુ વાંચો

Similar Recipes