ચીઝી પાલક  બોલ્સ (Cheezy Palak Balls Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

પાલક મા ખૂબ જ આયન હોય છે. બાળકો આમ તો પાલક નખાય પણ ચીઝ નુ નામ સાભળતા હોશે હોશે ખાય.

ચીઝી પાલક  બોલ્સ (Cheezy Palak Balls Recipe In Gujarati)

પાલક મા ખૂબ જ આયન હોય છે. બાળકો આમ તો પાલક નખાય પણ ચીઝ નુ નામ સાભળતા હોશે હોશે ખાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મિનીટ
2  લોકો  માટે
  1. 1નાની ઝુડી પાલક
  2. 2 વાટકીઘઉં નો લોટ
  3. 1 વાટકીચણા ના લોટ
  4. 1 વાટકીચોખા નો લોટ
  5. 1 ચમચીઆદુ-મરચા ની પેસ્ટ
  6. સ્વાદ મુજબમીઠું
  7. જરુર મુજબતેલ
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીહળદર
  10. ચપટીહિંગ
  11. 1 ચમચીલીંબુનો રસ
  12. 1 ચમચીખાંડ
  13. જરુર મુજબચીઝ
  14. જરૂર મુજબતળવા માટે તેલ
  15. જરૂર મુજબ સર્વ કરવા માટે કોથમીર ની લીલી ચટણી
  16. જરૂર મુજબસોસ

રાંધવાની સૂચનાઓ

25મિનીટ
  1. 1

    પાલક ને સાફ કરી ઝીણી સમારી લેવી.

  2. 2

    પાણી થી ધોઈ નાખો પછી ચારણી મા પાચ મિનીટ રહેવા દો. આદુ-મરચા ની પેસ્ટ ત્યાર કરી લેવી.

  3. 3

    એક કડાઈ મા એક ચમચી તેલ નાખી તેમા જીરુ,અજમો,તલ નાખી વઘાર કરી ઉપર થી હિગ-હળદર નાખી આદુ-મરચા ની પેસ્ટ સાતળવી પછી તેમા પાલક નાખી બરોબર હલાવી બે મિનીટ રહેવા દો.

  4. 4

    હવે તેમા મરચું,ગરમ મસાલો,લીંબુ નો રસ,ખાંડ નાખી બરોબર મિક્ષ કરવુ ઠંડુ પડવા દેવું.

  5. 5

    એક મોટા બાઉલ માં પાલક સાતળેલી નાખી તેમા ઉપર મુજબ બધાં લોટ નાખી.સવાદ મુજબ મીઠું નાખી બરોબર હલાવી. જરૂર મુજબ તેલ નુ મોણ નાખ્યા બાદ થોડુ પાણી નાખી લોટ બાંધવો.

  6. 6

    લોટ ને કઠણ બાધી બરોબર મળવો.

  7. 7

    હવે મિડિયમ સાઈઝ નો લુવો લ્યો. તેને હાથે થી પૂરી જેમ ગોળ થેપી તેમા ચીઝ નાખીબોલ્સ વાળી લેવા બધા.

  8. 8

    બધા બોલ્સ વળી જાય એટલે તેને વરાળે બોઈલ થવા દેવા દસ મિનિટ. પછીએકદમ ઠંડા પડવા દેવા.

  9. 9

    એક કડાઈ મા તેલ જરુર મુજબ નાખી બરોબર ગરમ થાય એટલે તેમાં પાલક બોલ્સ નાખી ગુલાબી રંગ ના તળી લેવા બધા.

  10. 10

    સવિગ ડિશ મા લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરવાબોલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

ટિપ્પણીઓ

Similar Recipes