લાલ તાંદલજા નું શાક (Red Tandalja Sabji Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#GA4
#WEEK15
#Amaranth
#તાંદલજો
સાઉથમાં આ ભાજી આમરાનાથ કે તાંમડિભાજી (તાંમ્ડી મીન્સ લાલ) તરીકે ઓળખાય છે. આપણી ગુજરાતી ભાષામાં લાલ તાંદલજો કહી શકાય. આ ભાજી વધુ પ્રમાણમાં સાઉથ માં, ગોવામાં અને મહારાષ્ટ્ર માં ખૂબ જોવા મળે છે. આ ભાજી માંથી આપણે ભરપૂર પ્રમાણમાં આયૅન, વિટામીનસ અને મીન્રલ્સ મળી રહે છે. આ ભાજી એનીમીક પેસન્ટ માટે પણ ખૂબ લાભદાયી છે. આ ભાજી નો ઉપયોગ કરવાથી કોલોસટોરલ પણ ઘટાડી શકાય છે. અને આ ભાજી નુ શાક માત્ર ને માત્ર 10 - 15 મિનિટ માં બની પણ જાય છે તો એકવાર ચોક્કસ બનાવી જોજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 300 ગ્રામલાલ તાંદલજો
  2. 1/2 નંગબારીક સમારેલી ડુંગળી
  3. 1-1/2 નંગબારીક સમારેલુ ટામેટું
  4. 1 નંગલીલુ મરચું
  5. 3 ચમચીલીલુ કોપરાનું ખમણ
  6. 1/2 ટે સ્પૂનલસણની પેસ્ટ
  7. 1 ટે સ્પૂનજીરૂ
  8. 1/2 ટે સ્પૂનહળદર
  9. 1 ટે સ્પૂનલાલ મરચું
  10. 1/2 ટે સ્પૂનધાણાજીરું
  11. 2 ટેબલ સ્પૂનતેલ
  12. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાજી ને 3-4 વાર સાફ પાણી એ ધોઈ ને કટ કરી લો. સાથે ડુંગળી, ટામેટું અને મરચું પણ કટ કરી લો

  2. 2

    હવે કડાઈમાં 2 ચમચી તેલ લઈ જીરૂને તતડાવી લો. ત્યાર બાદ તેમાં ડુંગળી અને લીલા મરચાં નાખી સાતડો. ડુંગળી થોડી સોફ્ટ થાય પછી તેમાં ભાજી અને ટામેટાં ઉમેરો. હવે મીઠું ઉમેરી એમ જ શાક ને શેકાવા દો.

  3. 3

    4-5 મિનિટ માં ટામેટાં અને ભાજી એકરસ થઈ જાય અને શાકમાંથી તેલ બહાર આવે પછી તેમાં હળદર, ધાણાજીરૂ, લાલ મરચું નાંખી હલાવી લો છેલ્લે કોપરાનું ખમણ નાખી 2-3 મિનિટ શાક ને શેકાવા દો અને ગેસ ઓફ કરો.

  4. 4

    આ ભાજી ના શાક ને તમે ગરમા ગરમ ફુલકા રોટલી,દાળ-ભાત સાથે સર્વ કરો ખૂબ મસ્ત લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes