રાજગરાની ફરાળી પૂરી (Rajgira Farali Puri Recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#week15
#amaranth
રાજગરાની ફરાળી પૂરી ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં વાપરવામાં આવે છે. રાજગરાની પૂરી સ્વાદમાં ઘણી ફરસી લાગે છે. રાજગરાની પુરીની સાથે બટેટાની ફરાળી ભાજી અને દહીં ફળાહાર માં લઈ શકાય.

રાજગરાની ફરાળી પૂરી (Rajgira Farali Puri Recipe in Gujarati)

#GA4
#week15
#amaranth
રાજગરાની ફરાળી પૂરી ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં વાપરવામાં આવે છે. રાજગરાની પૂરી સ્વાદમાં ઘણી ફરસી લાગે છે. રાજગરાની પુરીની સાથે બટેટાની ફરાળી ભાજી અને દહીં ફળાહાર માં લઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
15-17 પુરી બનાવ
  1. 200 ગ્રામરાજગરાનો લોટ
  2. 1 tbspમોણ માટે તેલ
  3. 1 tspમરી પાઉડર
  4. 1 tbspશેકેલ જીરું નો પાઉડર
  5. 1 tbspપીંક સોલ્ટ
  6. જરૂર મુજબતળવા માટે તેલ
  7. જરૂર મુજબલોટ બાંધવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલમાં રાજગરાનો લોટ લઇ તેમાં શેકેલુ જીરું, મરી પાઉડર અને પિંક સોલ્ટ (સંચળ) ઉમેરવાનું છે.

  2. 2

    તેલનું મોણ અને પાણી ઉમેરી મીડીયમ સોફ્ટ લોટ બાંધવાનો છે.

  3. 3

    આ લોટને દસ થી પંદર મિનિટ માટે કપડુ ઢાંકીને રાખી દેવાનો છે. ત્યારબાદ આ લોટના મીડિયમ સાઇઝના ગોરણા બનાવી લેવાના છે.

  4. 4

    પાટલા પર પ્લાસ્ટિક રાખીને તેના પર પૂરી વણવાની છે.

  5. 5

    એક કડાઈમાં તેલ એકદમ સરખું ગરમ થાય એટલે તેમા વણેલી પૂરી ઉમેરી તેને તળી લેવાની છે. બધી પૂરી તળીને આ રીતે તૈયાર કરી લેવાની છે.

  6. 6

    રાજગરાની ફરાળી પૂરી ને બટેટાની ફરાળી ભાજી તથા જીરુવાળા દહીં સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes