જુવાર ના મુઠીયા (Jowar Muthiya Recipe In Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપજુવારનો લોટ
  2. ૧/૪ કપરવો
  3. ૧/૪ ટી સ્પૂનદહીં
  4. ૧/૨ ટી સ્પૂનહળદર
  5. ૧ ટી સ્પૂનધાણાજીરુ પાઉડર
  6. ૧ ટી સ્પૂનવરિયાળી પાઉડર
  7. ૧ ટી સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  8. ૧ ટેબલ સ્પૂનતેલ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. જરૂર મુજબ ખાવાના સોડા
  11. ૧/૨ કપમેથી ની ભાજી
  12. જરૂર મુજબલોટ બાંધવા પાણી
  13. ● વઘાર માટે
  14. ૧ ટેબલ સ્પૂનતેલ
  15. ૧/૪ ટી સ્પૂનરાઈ
  16. ૧/૪ ટી સ્પૂનજીરું
  17. જરૂર મુજબ હિંગ
  18. ૧ ટી સ્પૂનતલ
  19. જરૂરીલીમડાના પાન
  20. જરૂર મુજબગાર્નીશિંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ૧ કપ જુવારનો લોટ અને રવો લઈ તેમાં બધો મસાલો એડ કરશું.. બધો મસાલો એડ કરીએ પછી છેલ્લે ખાવાના સોડા એડ કરશું..

  2. 2

    ત્યારબાદ બધો મસાલો મિક્સ કરી એક લોટ બાંધી લેશું...દહીં નાખેલું છે તેથી જરૂર મુજબ પાણી લેશું..

  3. 3

    ત્યારબાદ આપણે એક કડાઈ લેશું તેમાં થોડું પાણી નાખી જાળીવાળી ડીશ મૂકી તેને પ્રિહિટ કરી લેશું.. જે ડીશ પર મુઠીયા મુકવાના હોય તેને તેલથી ગ્રીસ કરશું.. પછી તેને ૧૫ થી ૨૦ મિનીટ પકાવસુ..

  4. 4

    ૧૫-૨૦ મિનિટ થઇ જાય પછી તેને થોડીવાર ઠંડુ થવા દઈશું... ત્યારબાદ આપણે એક પેનમાં તેલ લેશું તેના રાઇ, જીરું,તલ,અને લીમડો એડ કરી હિંગ નાખી વઘાર કરશું.. લાસ્ટ માં કોથમીરથી ગાર્નિશ કરશું... રેડી છે જુવાર ના મુઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
પર
Rajkot

Similar Recipes