સુજી કકરા (sooji Kakara Recipe in Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai

#Week 16
#GA4

#Orissa (sweet dish)

આ મીઠાઈ જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાન ને ભોગ માં ધરાવવામાં આવે છે અને ભગવાનને ભોગમાં ધરાવાય એવી વાનગીઓ મને બનાવી બહુ જ ગમે છે.

સુજી કકરા (sooji Kakara Recipe in Gujarati)

#Week 16
#GA4

#Orissa (sweet dish)

આ મીઠાઈ જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાન ને ભોગ માં ધરાવવામાં આવે છે અને ભગવાનને ભોગમાં ધરાવાય એવી વાનગીઓ મને બનાવી બહુ જ ગમે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ વાટકીરવો
  2. ૩ વાટકીપાણી
  3. ૨-૩ ચમચી ખાંડ
  4. ચપટીમીઠું
  5. ૧/૪ ચમચીઈલાયચી પાઉડર
  6. ૮-૧૦ કેસર
  7. ઘી તળવા માટે
  8. થોડું પાણી ટીક્કી બનાવવા માટે
  9. સ્ટફિંગ બનાવવા માટે:
  10. ૧/૨ વાટકીતાજુ કોપરુ
  11. ૧ ચમચીઘી
  12. ૨ ચમચીખાંડ
  13. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  14. ૧ ચમચીમરી પાઉડર
  15. ૨ ચમચીડ્રાયફ્રુટ્સ (કાજુ, બદામ, દ્રાક્ષ)

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ બાંધવા માટે એક વાસણમાં ૩ વાટકી પાણી ગરમ કરવા મૂકો એમાં ૨ ચમચી ખાંડ, ચપટી મીઠું અને ઈલાયચી પાઉડર ઉમેરી ઉકળવા દો. પાણી બરાબર ઉપડે પછી એમાં એક વાટકી સોજી ઉમેરો અને સતત હલાવતા રહો નહિતર ગઠ્ઠા પડી જશે.

  2. 2

    મિશ્રણ બરાબર ઘટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો અને લોટ બાંધ્યો હોય એવું ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી, એમાં થોડો ઈલાયચી પાઉડર, કેસર અને છેલ્લે એક ચમચી ઘી ઉમેરી બરાબર મિક્સ કરી ઠંડું પડવા દો.

  3. 3

    હવે બીજી બાજુ એક પેનમાં એક ચમચી ઘી મૂકી એમાં તાજુ છીણેલું કોપરુ અને ખાંડ ઉમેરી કલર બદલાય ત્યાં સુધી શેકો પછી એમાં ઈલાયચી પાઉડર, મરી પાઉડર અને ડ્રાયફ્રૂટ્સ નાખી બીજી પાંચ મિનિટ ગેસ પર રહેવા દો પછી ગેસ બંધ કરી મિશ્રણ ઠંડું પડવા દો.

  4. 4

    હવે જે રવા નું મિશ્રણ તૈયાર કર્યું હતું એમાંથી ભાખરીના ગુલ્લા જેટલું હાથમાં લઇ (ગુલ્લા કરવા માટે પાણી અથવા ઘીનો ઉપયોગ કરવો) એમાં ટોપરાનું મિશ્રણ ભરી એક ટીકી જેવું તૈયાર કરવો

  5. 5

    હવે લો મીડીયમ ગેસ પર એને તળી લેવા, તળવા માં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, એને એક વખત તોડવા માટે મૂક્યા પછી એને સાત આઠ મિનિટ સુધી બિલકુલ હલાવવાનું નહીં નહિતર તૂટી જશે અને બધું મિશ્રણ છૂટું પડી જશે, તમે ઈચ્છો તો તાવડી સેજ હલાવી લેવું, પણ એમાં ઝારા થી હલાવવું નહીં.

  6. 6

    તમે ઈચ્છો તો તેલમાં પણ તરી શકો છો પણ અથવા વધારે ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes