ચીઝ વેજીટેબલ પરોઠા(cheese vegetable Paratha recipe in Gujarati)

ચીઝ વેજીટેબલ પરોઠા(cheese vegetable Paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી, ગાજર, બીટ, કેપ્સિકમ, લીલી ડુંગળી, ફ્લાવર, બાફેલા બટાકા, બાફેલા વટાણા લો. હવે લીલી ડુંગળી, સૂકી ડુંગળી ઝીણી ઝીણી સમારી લો. હવે કોબી, ફ્લાવર, ગાજર, બીટ ને છીણી લો. કેપ્સિકમ ને ઝીણા સમારી લો. આ બધું એક વાસણમાં લઇ મિક્સ કરો.
- 2
બાફેલા બટાકા અને બાફેલા વટાણા ને મિક્સ કરી મેશ કરો. હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો.
- 3
હવે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો. મીઠું ઉમેરી સાંતળો.
- 4
સંતળાઈ જાય એટલે તેમાં છીણેલા શાક ઉમેરો. તેને બરાબર મિક્સ કરી ચડવા દો.
- 5
ચડી જાય એટલે તેમાં મીઠું મરચું મરી પાઉડર આમચૂર પાઉડર ઉમેરો. હવે તેને બરાબર મિક્સ કરી તેમાં મેશ કરેલા બટાકા અને વટાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 6
બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરો. થોડી વાર ધીમા તાપે ચઢવા દો.
- 7
ચડી જાય એટલે ગેસ બંધ કરી પૂરણ ઠંડુ પડવા દો. ઠંડુ પડે એટલે ચીઝ લઇ પૂરણમાં છીણીને ઉમેરો. બરાબર મિક્સ કરી લો.
- 8
હવે પરોઠાનો લોટ લો. તેમાંથી એક લુવો લઇ વણી લો.
- 9
હવે વચ્ચે પૂરણ મૂકી પાછું વાળી લો. અને તેને વણી લો.
- 10
વણાઈ જાય એટલે તેને ગરમ લોઢી પર શેકી લો. એક બાજુ શેકાઈ જાય એટલે તેને પલટાવી બન્ને બાજુ તેલ મૂકી બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લો. શેકાઇ જાય એટલે તેને ડીશ માં લઇ દહીં અને લીલી ચટણી સાથે પીરસો. તો તૈયાર છે ચીઝ વેજીટેબલ પરોઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4 #WEEK17Bhavna Sarvaiya
-
-
-
મિકસ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mix Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#Cheese Nehal Gokani Dhruna -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ(Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4#WEEK17 anil sarvaiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજ.ચીઝ પરાઠા(Mix Veg.Cheese Paratha Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#recipi2 Sunita Vaghela -
-
-
-
-
ચીઝ પરોઠા(Cheese paratha Recipe in Gujarati)
#GA4 #Week17મેં ચીઝ પરોઠા બનાવ્યા છે. અમુક વાર ચીઝ પરોઠા ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
ચીઝ ચટણી ઈડલી સેન્ડવીચ (Cheese Chutney Idli Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#cheeseઆપણે વેજિટેબલ સેન્ડવીચ તો રોજ ખાતા હોય છે...તો આજે આ ચીઝ ચટણી સાથે ઈડલી સેન્ડવીચ બનાવી છે. Namrata sumit
More Recipes
ટિપ્પણીઓ (7)